મુંબઇ તા.12 જૂન 2019 બુધવાર
મહાનગર મુંબઇમાં ધૂમધડાકા સાથે તૂટી પડેલા મોસમના પહેલા વરસાદને ફિલ્મ સ્ટાર્સે પણ આવકાર્યો હતો અને સોશ્યલ મિડિયા પર આવકારના સંદેશા લખ્યા હતા.
મોખરાની અભિનેત્રી કેટરિના કૈફથી માંડીને કાર્તિક આર્યન અને વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી રવીના ટંડન સહિત ઘણાએ પહેલા વરસાદને બિરદાવતાં આનંદ વ્યક્ત કર્યો હતો. અસહ્ય ગરમીમાં રાહત મળી હોવાની ખુશી પણ વ્યક્ત કરાઇ હતી.
સૌથી પહેલો સંદેશો કેટરિના કૈફે મૂક્યો હતો. ત્યારબાદ કાર્તિકે લખ્યું હતું મુઝે તુમ સે પ્યાર હૈ બારિશ... એણે જો કે પાછળથી ઉમેરો કર્યો હતો કે તીન ઘંટે કે બાદ બારિશને પેકપ કર લિયા...
રવીના ટંડને ટ્વીટર હેન્ડલ પર ટીપ ટીપ બરસા પાની... ગીતની પંક્તિ ટાંકીને પોતાના એક પર્ફોર્મન્સને રજૂ કર્યો હતો. મોટા ભાગના કલાકારો ગરમીમાં મળેલી રાહતથી ખુશ થયાં હતાં. આ ફિલ્મ સ્ટાર્સે પોતપોતાના ફોટોગ્રાફ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ પડી રહેલા વરસાદના ફોટોગ્રાફ પણ શૅર કર્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XFqgT1
via Latest Gujarati News
0 Comments