મુંબઇ તા.12 જૂન 2019 બુધવાર
મોખરાની અભિનેત્રી વિદ્યા બાલન હાલ બાલીમાં વેકેશન માણી રહી છે અને એણે પોતે બાલીના દરિયામાં મોજ મસ્તી કરી રહી છે એેવા કેટલાક ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા હતા.
વિદ્યાના આ ફોેટોગ્રાફ્સને જોઇને ખુશ થયેલા એના ચાહકોએ એને સોશ્યલ મિડિયા પર બિરદાવી હતી. તો મોખરાની અન્ય અભિનેત્રી સોનાક્ષી સિંહાએ રાવ કરતી હોય એમ સોશ્યલ મિડિયા પર લખ્યું, તમે મને કેમ સાથે ન લઇ ગયાં ?
સોનાક્ષી ઉપરાંત પ્રિયંકા ચોપરા અને અદિતિ રાવ હૈદરીએ પણ વિદ્યાના ફોટોગ્રાફ્સ જોઇને કોમેન્ટ કરી હતી. પ્રિયંકાએ વિદ્યાને સ્ટનર એટલે કે જોનારાને ચોંકાવી દેનારી ગણાવી હતી તો અદિતિએ વિદ્યાના ફોટોગ્રાફ્સને બોલ્ડ (બિનધાસ્ત) ગણાવવા અગ્નિની ઇમોજી મૂકી હતી. વિદ્યાના ફેન્સે તો વિવિધ પ્રકારની પ્રશંસા કરતી કોેમેન્ટ્સ મૂકીને પોતાની માનીતી અભિનેત્રીને બિરદાવી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wUfT1H
via Latest Gujarati News
0 Comments