મુંબઇ તા.12 જૂન 2019 બુધવાર
સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે તાજેતરમાં કહ્યું હતું કે મારી પુત્રી ન્યાસાને અભિનયમાં રસ હોય એવું અત્યારે તો લાગતું નથી.
'વાસ્તવમાં આજનાં બાળકો સમક્ષ ઇન્ટરનેટ અને અન્ય લેટેસ્ટ ટેક્નોલોજી હાથવગી છે એટલે અસંખ્ય વિકલ્પો હોય છે. એ લોકો પોતાની કારકિર્દી પોતે નક્કી કરી શકે છે. પરંતુ મને લાગે છે કે હજુ મારાં બાળકો પુખ્ત થયાં નથી એટલે હાલ કોઇ નિર્ણય કરવાની સ્થિતિમાં નથી' એમ અજયે કહ્યું હતું.
એણે વધુ એક સવાલના જવાબમાં કહ્યંુ કે સેલેબ્રિટીઝનાં બાળકોને જોઇને લોકો સોશ્યલ મિડિયા પર ગમે તેવી કોમેન્ટ કરતાં હોય છે. ટ્રોલ કરનારા પણ જેમ ફાવે તેમ ટ્રોલ કરતાં હોય છે. હવે હું એવી કોમેન્ટ્સથી અપસેટ થતો નથી. ફિલ્મ સ્ટાર્સનાં બાળકો હોવાની આ એક સ્વાભાવિક મર્યાદા છે. લોકો સતત એેમની હિલચાલ પર નજર રાખતાં હોય છે અને તક મળે ત્યારે આડેધડ કોમેન્ટ કરતાં હોય છે. અગાઉ હું આવી બાબતોથી અપસેટ થતો હતો. હવે મને આવી કોમેન્ટ્સ અપસેટ કરતી નથી. હું આવી બાબતોથી ટેવાઇ ગયો છું.
હાલ અજય છત્રપતિ શિવાજીના મર્દ સેનાપતિ તાનાજીની બાયો-ફિલ્મ કરી રહ્યો છે. એમાં એ પોતે તાનાજીનો રોલ કરે છે અને એના સાથી મર્દ મરાઠાનો રોલ સૈફ અલી ખાન કરી રહ્યો છે.
ગયા સપ્તાહે અજયના પિતા અને બોલિવૂડના સિનિયર સ્ટંટ ડાયરેક્ટર વીરુ દેવગણનું અવસાન થયું એટલે અજયે કામકાજ બંધ રાખ્યુ ંહતું. ત્યારબાદ કાજોલની મમ્મી તનુજા હૉસ્પિટલમાં રહેવાથી ફરી એકવાર આ કલાકારો પારિવારિક સમસ્યાઓમાં અટવાયેલા રહ્યાં હતાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X07Qzi
via Latest Gujarati News
0 Comments