૨૦૨૧માં ઓસ્કાર એેવોર્ડ સમારોહ થોડો મોડો થશે

લોસ એંજલ્સ તા.12 જૂન 2019 બુધવાર

વિશ્વવિખ્યાત ઓસ્કાર એવોર્ડ એનાયત કરતી ધી એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ્ એન્ડ સાયન્સીઝે કરેલી જાહેરાત મુજબ ૨૦૨૧માં ઓસ્કાર એવોર્ડ સમારોહ નિયત કરેલી તારીખો કરતાં થોડો મોડો યોજાશે.

આયોજકોએ કહ્યું હતું કે ૨૦૨૧માં ઓસિમ્પિક્સ રમતોત્સવ, સુપર બૉલ અને અન્ય ઇવેન્ટ્સ યોજાવાના છે એટલે એ બધાંની સાથે ક્લેશ ટાળવા માટે ઓસ્કાર એવોર્ડ સમારોહ મોડો યોજાશે.

આવતા વરસે ૨૦૨૦માં ફેબુ્રઆરીની નવમીએ ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાશે પરંતુ ત્યારપછીના વરસે એટલે કે ૨૦૨૧માં એાસ્કાર એવોર્ડ સમારોહ ફેબ્રુઆરીની ૨૮મીએ અને ૨૦૨૨માં ફેબ્રુઆરીની ૨૭મીએ યોજાશે જેથી અન્ય ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ સાથે ક્લેશ ટાળી શકાય. યોગાનુયોગે આ બંને તારીખોએ મહિનાનો છેલ્લો રવિવાર છે એટલે સેલેબ્રિટિઝ મોટી સંખ્યામાં હાજરી આપી શકશે.  

દર વરસે યોજાતા આ એવોર્ડ સમારોહનું જીવંત પ્રસારણ ૨૨૫ દેશો અને પ્રદેશોમાં થતું હોય છે.

એબીસી એન્ટરટેઇનમેન્ટના વડા કેરે બુર્કે કહ્યું હતું કે ૨૦૧૯ની જેમ ૨૦૨૦ના ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પણ કોઇ એન્કર નહીં હોય.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IFnqqT
via Latest Gujarati News

Post a Comment

0 Comments