પાક વિદેશ સચિવની દિલ્હી યાત્રાથી મોદી-ઈમરાન વચ્ચે મીટિંગની અટકળો વધી

નવી દિલ્હી, તા. 6 જૂન, 2019, ગરૂવાર

પાકિસ્તાનના વિદેશ સચિવ અને ભારતમાં પાકિસ્તાનના ભૂતપુર્વ કમિશ્નર રહી ચુકેલા સોહેલ મહમૂદ ભારત આવ્યા છે. બુધવારે તેમણે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઈદની નમાજ પઢી. તેમની પ્રવાસથી ભારતીય અધિકારીઓ સાથે સંભવિત મિટીંગને લઈને અટકળો શરૂ થઈ છે, જેના દ્વારા આવતા અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં બંન્ને દેશોના વડાપ્રધાનની સંભવિત મુલાકાત થઈ શકે છે.

ગયા વર્ષે એપ્રિલમાં ભારતથી ઈસ્લામાબાદ ગયેલા મહમૂદ ઈદના દિવસે જામા મસ્જિદમાં નમાજ પઢતા જોવા મળ્યા. તેમની સાથે દિલ્હીમાં તૈનાત પાકિસ્તાનના વરિષ્ઠ રાજદૂત પણ હતા. ભારત વિદેશ મંત્રાલય અને પાકિસ્તાનના હાઈકમિશન મહમૂદની હાજરી વિશે મૌન છે.

મહમૂદ પકિસ્તાનના વિદેશ સચિવ બન્યા પહેલા ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશ્નર હતા. તેઓ મંગળવારે દિલ્હી આવ્યા હતા. તેઓ શુક્રવારે પાકિસ્તાન પાછા ફરે તેવી સંભાવના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, મહમૂદ તેના પરિવારને ઈસ્લામાબાદ લઈ જવા માટે આવ્યા છે. તેમના બાળકો અહીંયા અભ્યાસ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં મુલાકાત થવાની અટકળો શરૂ થઈ છે. મોદી અને ઈમરાન બંન્નેનો 13-14 જૂનના રોજ વાર્ષિક SCO શિખર સંમ્મેલનમાં સહભાગી થવાનો કાર્યક્રમ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K37Bx5
via Latest Gujarati News

Post a Comment

0 Comments