
એક આંતરરાષ્ટ્રીય સર્વે મુજબ ભારતનું આર્થિક પાટનગર મુંબઇ વિશ્વમાં સૌથી ટ્રાફિકની સમસ્યા ધરાવતું શહેર છે.વધતા જતા ટ્રાફિકના કારણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે મુંબઇમાં ૬૫ ટકા જેટલો સમય વધુ વેડફાય છે. જયારે કોલંબિયાની રાજધાની બગોટા ૬૩ ટકા સાથે બીજો ક્રમ ધરાવે છે. આ માહિતી ટોમટોમ ટ્રાફિક ઇન્ડેકક્ષ ૨૦૧૮માં બહાર આવી છે. જીપીએસ સિસ્ટમ દ્વારા ૮ લાખથી વધુ વસ્તી ધરાવતા ૪૦૦થી વધુ શહેરોના ટ્રાફિકનો અભ્યાસ કરવાંમાં આવ્યો હતો. વાહનોથી થતા વાયુ પ્રદૂષણની સૌથી અસર ધરાવતા પાટનગર દિલ્હીના લોકોએ ૫૮ ટકા સમય વધારે ખર્ચવો પડે છે. જયારે દક્ષિણ અમેરિકી દેશ પેરુની રાજધાની લીમા ૫૮ ટકા વધુ સમય બગડવા સાથે ચોથું સ્થાન ધરાવે છે.

આ ઉપરાંત લંડનમાં ૩૭ ટકા, ચીનના પાટનગર બેઇજિંગમાં ૪૦ ટકા, જાપાનના ટોકિયોમાં ૪૧ ટકા અને યુએસએના ન્યૂયોર્ક સીટીમાં ૩૬ ટકા વધુ સમય ટ્રાફિકના કારણે વેડફાય છે. ટ્રાફિકમાં વાહનોની ગતિ અટકી જાય છે. મુસાફરી કરતા લોકોનો કિંમતી સમય વેડફાતો હોવાથી અબજો રુપિયાનું આર્થિક નુકસાન પણ થાય છે આ ઉપરાંત ટ્રાફિક જામ દરમિયાન વાહનોના એન્જિન ચાલું રહેતા હોવાથી વાયુ પ્રદૂષણની માત્રા ખૂબજ વધી જાય છે. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા ધરાવતા આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્યને ખતરો ઉભો થાય છે. આજની ઝડપી લાઇફમાં પબ્લીક ટ્રાન્સપોર્ટની સ્થિતિ કથડી હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે જોવા માટે લોકો પોતાની માલીકીના વાહનોનો ઉપયોગ કરે છે. રસ્તાઓ પર ખાનગી વાહનો ક્ષમતા કરતા વધારે ખડકાતા હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. ટ્રાફિકની સમસ્યા મોસ્કો, જકાર્તા, બેંગ્કોક, ઇસ્તાનબૂલ અને મેકસિકો સહિતના વિશ્વના મહાનગરોમાં વધતી જાય છે તેમાં ભારતનું મુંબઇ મહાનગર સૌથી વધુ પરેશાન જોવા મળે છે.
શહેર દેશ ટ્રાફિકમાં વેડફાતો સમય
મુંબઇ ભારત ૬૫ ટકા
બોગાતો - કોલંબિયા ૬૩ ટકા
લીમા પેરુ ૫૮ ટકા
મોસ્કો રશિયા ૫૬ ટકા
ઇસ્તાનબુલ તૂર્કી ૫૩ ટકા
જકાર્તા ઇન્ડોનેશિયા ૫૩ ટકા
બેંગ્કોક થાઇલેન્ડ ૫૩ ટકા
મેકસિકો સીટી મેકસિકો ૫૨ ટકા
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MGor7s
via Latest Gujarati News
0 Comments