
ચોમાસાની શરુઆત થાય તે પહેલા વરસાદી માહોલ જામતો હોય છે જેને પ્રિ મોન્સૂન એકટિવિટી કહેવામાં આવે છે. આ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં વરસાદ થતો હોય છે જે ચોમાસાના ટ્રેલર સમાન હોય છે પરંતુ છેલ્લા ૬૫ વર્ષમાં સૌથી ઓછો પ્રિમોન્સૂન વરસાદ નોંધાયો છે આથી દેશમાં ચોમાસું નબળું રહે તેવી શકયતા ઉભી થઇ છે. સામાન્ય રીતે ચોમાસા પહેલાની ગતિવિધીમાં સરેરાશ ૧૩૧.૫ મિલીમીટર વરસાદ થતો હોય છે પરંતુ આ વર્ષે ઘટીને ૯૯ મીલીમિટર થયો છે જે ૬ દાયકામાં સૌથી ઓછો છે.
મોસમ નિષ્ણાતોનું માનવું છે કે મોન્સૂનના આગમન પહેલા અલ નીનો સક્રિય થવાથી આ સંજોગો પેદા થયા છે. આથી ખેતરમાં ખેડ કરીને બીજ વાવીને વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂત સમૂદાય માટે ચિંતાનો વિષય બને છે. દિલ્હી એનસીઆરમાં વરસાદનું આગમન આમ તો જુનના છેલ્લા અઠવાડિયા સુધીમાં થતું હોય છે પરંતુ આ વર્ષે ૧૦ થી ૧૫ દિવસ ચોમાસું મોડું રહે તેવી શકયતા છે. કેરલમાં નૈઋુત્યના મોસમી પવનો ૧ જુન આસપાસ કેરલમાં આગમન કરે છે. આ પવનોથી કેરલના કાંઠે ભારતના ચોમાસાનું આગમન થાય છે.
હજુ કેરલમાં ચોમાસું આવ્યું નથી ત્યારે બે થી ત્રણ દિવસમાં કાંઠે પહોંચે તેવી શકયતા છે. કેરલથી ચોમાસું ક્રમશ આગળ વધીને ભારતના વિવિધ ભાગોમાં પહોંચે છે. સદીઓથી હવામાનની આ એક નિયમિત ઘટના હોવાથી ભારતનું જનજીવન શિયાળો,ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓમાં વહેંચાયેલું છે.જુનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો મોન્સૂનનો ગણાય છે. મોન્સૂનની સારા માઠા પરીબળોની અર્થતંત્ર પર ભારે અસર થાય છે. આથી માત્ર ખેતીક્ષેત્ર જ નહી ઉધોગ, મેન્યુફેકચરિંગ તથા સર્વિસ સેકટર પર અસર ખાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K2u1Ph
via Latest Gujarati News
0 Comments