
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 જૂન 2019, બુધવાર
મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત બની રહ્યું છે, બી-ટાઉનના પ્રેમી પંખીડાઓ અને સ્ટાર્સ દીપિકા પદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક જ મંચ પર ભેગા થશે. આ ચારે જણા એક ડાન્સ ટુરનું આયોજન કરી રહ્યા છે.
''દીપિકા,રણવીર,આલિયા અને રણબીરે અત્યાર સુધી અમેરિકામાં ઘણી કન્સર્ટ કરી છે. આમાં તેઓએ પોતાના હિટ ગીતો પર પરફોર્મ કરીને શ્રોતાગણને ડોલાવ્યા છે. પરંતુ પ્રથમ વખત આ ચારે જણા પોતાના ચાહકો માટે ભેગા થવાના છે,'' તેમ સૂત્રે જણાવ્યું હતું.
હાલ આ ચારેય એકટર્સ પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી પોતાની ફિલ્મોના શૂટિંગ પૂરું કર્યા પછી જ આ કન્સર્ટની યોજના ઘડશે.
આવતા વરસે દીપિકા-રણવીર અને આલિયા-રણબીર પોતાના ચાહકોનું મનોરંજન કરવા માટે એક ટુરની યોજના બનાવી રહ્યા છે. આ ચારેય જણા સુંદર પરફોર્મન્સ આપીને શ્રોતાગણને ડોલાવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EUjbXt
via Latest Gujarati News
0 Comments