કંગના રનૌત પોતાની આગામી ફિલ્મના અમુક દ્રશ્યોને રી-શૂટ કરાવશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 જૂન 2019, બુધવાર

કંગના રનૌત પોતાના અભિનય કરતાં વિવાદના કારણે વધુ ચર્ચામાં રહે છે. રાજકુમાર રાવ સાથે તે ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા'માં કામ કરી રહી છે. આ ફિલ્મના તેણે રો ફુટેજ જોતાં તેને સંતોષ ન થતાં હવે એને ફરીથી રી શૂટ કરાવાની છે.

''કંગનાએ પોતાની આવનારી ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા'ના પણ રી-શૂટિંગ કરવાની માંગણી કરી છે. તેણે પોતાના રો ફુટેજ જોયા, બાદ તેને સંતોષ થયો નથી. તેને લાગે છે કે, તેનું પાત્ર વ્યવસ્થિત રીતે ઊભરી નથી રહ્યું. તેમજ તેને એમ પણ લાગે છે કે, તેના કરતાં રાજકુમાર રાવનો અભિન વધુ ઉત્તમ છે, અને દર્શકોને ખુશ કરી દેશે.તેથી તે ફિલ્મના અમુક દ્રશ્યો રી-શૂટ કરાવાની છે. તેથી જ આ ફિલ્મની રીલિઝ ડેટ વારંવાર લંબાઇ રહી છે,'' તેમ સૂત્રે જણાવ્યુ ંહતું.

કંગનાના આ વલણથી એક વાત સ્પષ્ટ થાય છે કે, તે ફિલ્મમાં ફક્ત પોતાના હિસ્સા પર જ નજર નથી રાખતી. તે ફિલ્મ કઇ રીતે આકાર લઇ રહી છે, તેના પર પણસતત ધ્યાન આપી રહી છે. તે પોતાની રીતે આ ફિલ્મને બનાવવા ઇચ્છે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z7rwOZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments