માઇલી સાયરસને એના ફેને પરાણે કીસ કરી લીધી

બાર્સિલોના (સ્પેન) તા. 6 જૂન 2019 ગુરૂવાર

ટોચની અમેરિકી ગાયિકા માઇલી સાયરસ સાથે સ્પેનમાં એક યુવાને ગેરવર્તન કર્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

આ અહેવાલ મુજબ અચાનક એક યુવાન ધસી આવ્યો હતો અને માઇલીના માથાના વાળ પકડીને પોતાની તરફ ખેંચ્યા બાદ કીસ કરી લીધી હતી. એકાદ બે ક્ષણ માટે માઇલી પણ સ્તબ્ધ થઇ ગઇ હતી. જો કે તરત સિક્યોરિટી ધસી આવી હતી અને પેલા યુવાનને બળપૂર્વક હાંકી કાઢ્યો હતો.

માઇલી સ્પેનમાં પ્રીમાવેરા સાઉન્ડ ફેસ્ટિવલમાં સહભાગી થવા ગઇ હતી. એની સાથે એેનેા પતિ લિયામ હેમ્સવર્થ પણ હતો. સોશ્યલ  મિડિયા પર આ ઘટના વાઇરલ થઇ હતી. એ વિડિયો ક્લીપમાં જોઇ શકાય છે કે માઇલી બાર્સિલોનામાં પત્રકારો સાથે વાત કરતાં કરતાં પોતાની કાર તરફ જઇ રહી છે. એનો પતિ એની આગળ જઇ રહ્યો છે. અચાનક એક યુવાન માઇલીના માથાના વાળ પકડીને એની નજીક જઇને કીસ કરી લે છે. ખૂબ ભીડ હોવાથી પહેલાં તો માઇલીને સમજાતું નથી કે આ શું થઇ રહ્યું છે.

તરત એનો પતિ એને પ્રોટેક્ટ કરવા દોડી આવે છે. સિક્યોરિટી પણ તરત ધસી આવે છે અને પેલા યુવાનને ધક્કો મારીને દૂર હાંકી કાઢે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IkveOB
via Latest Gujarati News

Post a Comment

0 Comments