મુંબઇ તા. 6 જૂન 2019 ગુરૂવાર
મોખરાના ફિલ્મ સર્જક રાજકુમાર હીરાણી હવે સુપર સ્ટાર શાહરુખ ખાન માટે એક લવ સ્ટોરી લખી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
આ પ્રોજેક્ટ અમલમાં મૂકાય તો શાહરુખ સાથે હીરાણીની આ પ્રથમ ફિલ્મ હશે. અત્યાર અગાઉ હીરાણીએ મોટે ભાગે સંજય દત્ત સાથે ફિલ્મો બનાવી છે. એમાંય મુન્નાભાઇ સિરિઝ તો સુપરહિટ નીવડી છે.
વચ્ચે એક મહિલાએ હીરાણી પર જાતીય ગેરવર્તનનો આક્ષેપ કર્યો ત્યારબાદ હીરાણી અને વિધુ વિનોદ ચોપરાની દોસ્તીમાં તિરાડ પડી હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે હીરાણી કે ચોપરા બંનેમાંથી કોઇએ આ વિશે કંઇ કહેવાનું જરૃરી માન્યું નહોતું.
છેલ્લે હીરાણીએ બનાવેલી સંજુ સુપરહિટ નીવડી હતી અને આ ફિલ્મે ધરખમ કમાણી કરી હતી. એમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો હતો.
હવે હીરાણી શાહરુખ ખાન માટે લવ સ્ટોરી આધારિત સ્ક્રીપ્ટ લખી રહ્યા હોવાની વાતો વહેતી થઇ છે. શાહરુખ ખાનની છેલ્લી પાંચ છ ફિલ્મો બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HXwrMP
via Latest Gujarati News
0 Comments