મુંબઇ તા. 6 જૂન 2019 ગુરૂવાર
બીગ બોસમાં ચમકેલી મોડેલ કમ અભિનેત્રી અર્શી ખાન અને મોડેલ કમ અભિનેતા મનુ પંજાબીની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી જેમાં મનુ અર્શીના પગ દબાવી રહ્યો હોય એવું નજરે પડતું હતું.
પહેલી નજરે આ ક્લીપ ચોંકાવી દે એવી છે પરંતુ જાણકાર વર્તુળોએ કહ્યું હતું કે અર્શી અને મનુએ આ ક્લીપ મજાકમાં બનાવી છે. સાથે રમૂજી કેપ્શન પણ છે. મનુ કહે છે કે નખરા કેમ કરે છે ? અર્શી જવાબ આપે છે કે દોસ્તી રાખવી હોય તો નખરા તો સહન કરવા પડશે...
કેપ્શનમાં વીરે દી વેડિંગ ફિલ્મના તારીફાં ગીતનો પણ ઉલ્લેખ કરાયો છે.
અર્શીએ અન્ય એક વિડિયો ક્લીપ પણ સોશ્યલ મિડિયા પર મૂકી હતી. આ બંને ક્લીપને હજારો લાઇક્સ મળી હતી. બીજી ક્લીપ ઉદયપુરના એેક ઇવેન્ટની હોવાનું અર્શીએ જણાવ્યું હતું.
અર્શી સતત સોશ્યલ મિડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફોટોગ્રાફ્સ તેમજ જે તે પ્રસંગની વિગતો પણ પોતાના ફેન્સ સાથે શૅર કરતી રહે છે. એનો પોતાનોે એક અલગ ચાહકવર્ગ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EUOgKi
via Latest Gujarati News
0 Comments