લંડનની રાત્રી બસમાં સમલૈગિંક યુવતીઓને ચાર તરૂણોએ મારીને લોહીલુહાણ કરી દીધી


લૂંટ અને મારના આરોપસર પંદરથી અઠાર વર્ષના ચાર તરૂણો પકડાયા

(પીટીઆઇ) લંડન, તા.8 જૂન, 2019, શનિવાર

લંડનની એક રાત્રી બસમાં બે લેસ્બિયન મનાતી યુવતીઓએ એક બીજાના જાહેરમાં કિસ કરવાની ના પાડતા ચાર બદમાશોએ તેમને બસમાંજ મારી હતી અને લોહીલુહાણ કરી દીધી હોવાનું બ્રિટિશ પોલીસે કહ્યું હતું.

૨૮ વર્ષની મેલાનિયા ગેમોનાટે કહ્યું હતું કે  તેની બહેનપણી ક્રિસ સાથે તે  બસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે ચાર આવાર તરૃણઓ તેમને કિસ કરવા કહ્યું હતું. પરંતુ અમે ના પાડતા તેમણે અમારા ચહેરા પર લાતો અને મુક્કા માર્યા હતા. તેમણે અમને લેસ્બિયન કહ્યા હતા.

ફેસબુક પર તેમણે લખ્યું હતું કે ' બસમાં માત્ર અમે અને ચાર તરૃણો જ હતા. તેઓ અમને હેરાન કરતા રહ્યા અને અમારી સામે પૈસા ફેંકતા હતા. તરત જ તેમણે અમને મુક્કા મારવાની શરૃઆત કરી દીધી હતી.

ક્રિસને બસની વચ્ચે ખેંચી ગયા હતા. હું તેને બચાવવા ગઇ ત્યાં સુધીમાં એનો ચહેરો લોહીથી ભરાઇ ગયો હતો. ત્રણે તરૃણો તેને મારી રહ્યા હતા'. ત્યાર પછી ગેમોનાટને ખબર પડી કે હવે તેની પર હુમલો થશે અને થયો.

 પોલીસે કહ્યું હતું કે  આ ઘટના ૩૦ મેના રોજ રાત્રે આશરે અઢી વાગે બની હતી. બંને સખીઓ ઉત્તર લંડનમાંથી બસમાં ચઢી હતી. 'ચાર તરૃણોના એક જુથે તેમની સામે અશ્લિલ શબ્દો ઉચ્ચાર્યા હતા અને તેમને  લેસ્બિયન કહીને બોલાવ્યા હતા'એમ લંડનની મેટ્રોપોલીટન પોલીસે કહ્યું હતું.

ત્યાર પછી બંને યુવતીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા. માર્યા પછી તમામ છોકરા પર્સ અને ફોન લઇને ભાગી ગયા હતા. પાછળથી પોલીસે ૧૫થી ૧૮ વર્ષની વયના ચાર તરૃણોની લૂટ અને મારામારીના આરોપસર ધરપકડ કરી હતી. તમામને પૂછપરછ માટે અલગ અલગ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K73U9I
via Latest Gujarati News

Post a Comment

0 Comments