મુંબઇ તા.5 જૂન, 2019 બુધવાર
મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે ઓલ સ્લીપ મેટર્સ નામે એક નવું અભિયાન શરૃ કર્યંુ હતું અને એને સોશ્યલ મિડિયા પર સારો આવકાર મળ્યો હતો.ઔદીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી એક તસવીર સાથે મૂકેલા સંદેશામાં લખ્યું, 'વહેલા સુઇ જનારને આળસુ નહીં ગણી લેતા. હકીકતમાં આરોગ્ય માટે વહેલા સુઇ જવું જરૃરી ગણાય છે... ઓલ સ્લીપ મેટર્સ નામના અભિયાનનો આરંભ કરી રહી છું...'
દીપિકાના આ અભિયાનને પહેલો ટેકો અભિનેતા અભિષેક બચ્ચન તરફથી મળ્યો હતો. ત્યારબાદ સોનમ કપૂર અને કરણ જોહરે તો પોતાના બેડરૃમમાંથી જ પ્રતિભાવ પાઠવ્યા હતા.
દીપિકાએ લખ્યું હતું કે મને તો વધુ ઊંઘ લેવામાં વિશ્વાસ છે. ઊંઘ આરોગ્ય માટે આવશ્યક છે. કરણે પોતાના બેડરૃમમાંથી મોકલેલા ફોટો પર સેલ્ફીની જેમ 'બેડફી' લખીને મોકલ્યો હતો.
મોખરાના અભિનેતા રણવીર સિંઘ સાથે લગ્ન કર્યા બાદ હાલ દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ છપાક્ કરી રહી છે જે એસિડનો શિકાર બનેલી અને ઊગરી ગયેલી એક યુવતીની સત્યકથા પર આધારિત ફિલ્મ છે. દીપિકા આ ફિલ્મની સહનિર્માત્રી પણ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QJXRbK
via Latest Gujarati News
0 Comments