આયમ સૉરી, મુઝે માફ કરો પ્લીઝ...

મુંબઇ તા.5 જૂન, 2019 બુધવાર

હોનહાર અભિનેત્રી પાયલ રોહતગીએ છત્રપતિ શિવાજી અંગે પોતે કરેલી ટ્વીટ બદલ જાહેરમાં માફી માગી લીધી હતી. એણે પોતાને ટ્રોલ કરનારા સૌને વિનંતી કરી હતી કે મને માફ કરો.

જો કે પાયલે માફી માગી એ પહેલાં કહેવાતા નેતાજીઓ અને પોલિટિકલ પાર્ટીઓએ રીતસર એના પર માછલાં ધોયાં હતાં. આ એક સંવેદનશીલ મુદ્દો હતો જેને કેટલાક લોકો પવિત્ર ગાય જેવો ગણે છે.  

પાયલે પોતાની ટ્વીટમાં લખેલું, 'ખેડૂત પરિવારના હોવું કે શૂદ્ર હોવું એ શરમાવા જેવી વાત નથી. છત્રપતિ શિવાજી મહારાજ વિશે કેટલાક લોકો કહે છે કે એ ક્ષત્રિય પરિવારના હતા. વાસ્તવમાં દરેક જાતિજ્ઞાાતિને પોતાના રાજ પરિવારની અસલિયત વિશે જાણ હોવી જોઇએ. મરાઠાઓને મહારાષ્ટ્રમાં કયા કારણે અનામતનો લાભ આપવામાં આવ્યો ?'

સ્વાભાવિક છે કે પોતાને છત્રપતિ શિવાજીના વંશવારસો ગણાવતા અને અનામતનો લાભ મેળવનારા મરાઠા લોકોને આ વાત પસંદ ન પડે. એ લોકો મોટી સંખ્યામાં પાયલ પર તૂટી પડયા હતા અને સોશ્યલ મિડિયા પર પાયલની આકરી ટીકા કરી હતી. કેટલાક લોકોએ પાયલને ગાળો પણ આપી હતી. દેખીતી રીતેજ પાયલે પોતાની ટ્વીટનો આવો પ્રતિભાવ આવશે એની તો કલ્પના પણ રાખી નહોતી. 

એણે માફી માગી લઇને આ પ્રકરણને બંધ કરવાના પ્રયાસો કર્યા હતા.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ET4y6C
via Latest Gujarati News

Post a Comment

0 Comments