મી ટુ આંદોલન અટકવું ન જોઇએ, તાપસી પન્નુ કહે છે

મુંબઇ તા.5 જૂન, 2019 બુધવાર

એ લિસ્ટની ગણાતી અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે કામના સ્થળે થતા જાતીય ગેરવર્તનને લગતું મી ટુ આંદોલન અટકવું ન જોઇએ.

ફિલ્મ સર્જક વિકાસ બહલને ક્લીન ચીટ મળ્યાના માત્ર ૪૮ કલાકમાં તાપસી પન્નુએ આ વાત છેડી હતી અને કહ્યું હતું કે કામના સ્થલે થતા જાતીય ગેરવર્તન સામે અવાજ ઊઠાવવાનું એેકવાર અટકી પડશે તો આ પ્રકારનું ગેરવર્તન સતત ચાલુ રહેશે.

વિકાસ સામે એની ઑફિસમાં કામ કરતી એક મહિલાએ ગેરવર્તનનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલાં એને ક્લીન ચીટ મળી એટલે રિતિક રોશનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુપર ૩૦માં ડાયરેક્ટર તરીકેની ક્રેડિટ એને મળી. ફિલ્મના ટ્રેલર અને ફિલ્મમાં વિકાસને ડાયરેક્ટર તરીકે ક્રેડિય આપવાનું નિર્માતાએ સ્વીકાર્યું હતું.  

આ ફિલ્મ પટણાના ગણિતજ્ઞા આનંદ કુમારની બાયો-ફિલ્મ છે. તાપસીએ કહ્યું કે જાતીય ગેરવર્તનનો આક્ષેપ કરનાર વ્યક્તિને યોગ્ય સજા ન મળે તો આ આંદોલનનો મૂળ અર્થ જ માર્યો જાય છે. પોતાની સાથે થયેલા ગેરવર્તનની જાહેરમાં ફરિયાદ કરનારી મહિલા ભીતરથી તૂટી જાય છે. આવું કેમ ચલાવી લેવાય ? સદીઓથી મહિલાઓ સહન કરતી આવી છે. એમને અવાજ ઊઠાવવાનો અધિકાર મળવો જ જોઇએ અને ગેરવર્તન કરનારને સજા થવી જ જોઇએ.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JXkgBW
via Latest Gujarati News

Post a Comment

0 Comments