-પહેલી ફિલ્મમાં ટાઇગર શ્રોફે સમાન વર્તન કર્યું હતું

મુંબઇ તા.5 જૂન, 2019 બુધવાર

 હોનહાર અભિનેત્રી કૃતિ સનેાને કહ્યું હતું કે મેં કદી સ્ટારકીડ્સ સાથે મારી તુલના કરી નથી અને એનો યશ ટાઇગર શ્રોફને જાય છે.

'મારી પહેલી ફિલ્મ હીરોપંતી હતી. એમાં ટાઇગર મારો હીરો હતો. એ પોતે સ્ટારકીડ હોવા છતાં એણે મને આઉટ સાઇડર જેવું લાગવા દીધું નહોતું. એણે મને પોતાના સમાન ગણીને મારી સાથે સૌજન્યપૂર્ણ વર્તન કર્યું હતું એટલે મને કોઇ કડવો અનુભવ થયો નહોતો' એમ કૃતિએ કહ્યું હતું.ઔએણે કહ્યું કે મારી કારકિર્દીમાં એવો સમય કદી આવ્યો નહોતો જ્યારે મારે સ્ટારકીડ્સ સાથે મારી તુલના કરવી પડે. મને પહેલીજ ફિલ્મથી એટલો સારો અનુભવ થયો કે સ્ટારકીડ્સ સાથે તુલના કરવી પડે એવો સમય મારી સમક્ષ કદી આવ્યો નહીં. એટલે હું કદી કોઇ સ્ટાર કીડની સાથે મારી સરખામણી કરતી નથી.

પહેલી ફિલ્મમાં હું અને ટાઇગર બંને નવા હતા. ટાઇગર પણ આ ફિલ્મથી પોતાની કારકિર્દી શરૃ કરી રહ્યો હતો એટલે અમે બંને નાનાં બાળકની જેમ કામ શીખી રહ્યાં હતાં એટલે બંને વચ્ચે કોઇ ભેદભાવ રહ્યો નહોતો.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z8wNGc
via Latest Gujarati News

Post a Comment

0 Comments