
અરેબિયન ગલ્ફમાં આવેલા કતાર દેશ પાસે જંગલ વિસ્તાર જ નથી. આ ગલ્ફ દેશની સમગ્ર ભૂમિ રણપ્રદેશ છે. પ્રાપ્ત માહિતી મુજબ ૮.૩ સ્કવેર મીટર વિસ્તારમાં જંગલ ઉભું કરવાના પ્રયાસો ચાલું છે. મધ્ય પૂર્વમાં અરબસ્તાન દ્રીપકલ્પમાં આવેલા આ નાનકડા દેશની દક્ષિણ દિશામાં સાઉદી એરેબિયા અને બાકી બધી દિશાઓમાં ઇરાનનો અખાત આવેલો છે.
કતારની વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં બહેરીન દેશ આવેલો છે. બહેરીન પણ જંગલ ધરાવતો નથી. કતારની વાત કરીએ તો જંગલ વિસ્તાર ન હોવા છતાં વિશ્વમાં ખનીજ તેલ ઉત્પન્ન કરતા દેશો પૈકીનો સૌથી સમૃધ્ધ દેશ છે. તે ખનીજ તેલ અને કુદરતી ગેસ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે છે. કતારનો માથાદિઠ જીડીપી ૧૨૮૭૦૨ ડોલર છે. એક પણ નાગરીક ગરીબી રેખાની નીચે જીવતો નથી.
આ દેશની કુલ વસ્તી ૨૬ લાખ જેટલી છે. ૧૧૫૮૧ વર્ગ કિમી ક્ષેત્રફળ ધરાવતા કતારમાં વિદેશથી આવીને મહેનત મજુરી કરતા લોકોની સંખ્યા વધારે છે. કતાર ઉપરાંત વિશ્વમાં એક ટકો કરતા પણ ઓછો ફોરેસ્ટ એરિયા ધરાવતા દેશોમાં લિબિયા (૦૧૨ ટકા)બહેરીન (૦.૬૭ ટકા) અને માલ્ટા (૦.૯૫ ટકા) નો સમાવેશ થાય છે.
સુરીનામ દેશના ૯૦ ટકા વિસ્તારમાં જંગલ છતાં ગરીબ

દક્ષિણ અમેરિકા ખંડના સુરિનામ દેશનું કુલ ક્ષેત્રફળ ૧૬૩૮૨૧ વર્ગ કિમી છે. તેની કુલ વસ્તી ૪.૭૨ લાખ છે. મશહુર ફૂટબોલ ખેલાડીઓ આપનારા આ દેશનો ૯૦ ટકા વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે. આટલા નાના દેશને ૧૦ જિલ્લાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે. તેની રાજધાની પારામારિબો છે જેનો અર્થ ફૂલોનું શહેર એવો થાય છે. લેટિન દેશોમાં સૌથી ઓછી વસ્તી છતાં ચોથા ભાગના લોકોની રોજીંદી આવક ૨ લાખ ડોલર કરતા પણ ઓછી છે.
આ દેશમાં વિવિધ પ્રકારના એથેનિક ગુ્પ ધરાવતા લોકો વસવાટ કરે છે. ૪૮.૪ ટકા લોકો ખ્રિસ્તી,૨૨.૩ ટકા લોકો હિંદુ અને ૧૩ ટકા મુસ્લિમ ધર્મ પાળે છે. આ ઉપરાંત વિસ્વમાં ગેબોન ૮૫ ટકા, સોલોમન આઇલેન્ડ, ૮૦ ટકા, ઉત્તર કોરિયા ૭૩ ટકા, લાઓસ૭૧.૬૦ ટકા,ગુઆના ૭૦.૬૦ ટકા જંગલ વિસ્તાર ધરાવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QJOoBe
via Latest Gujarati News
0 Comments