લોસ એંજલ્સ તા.5 જૂન, 2019 બુધવાર
હોલિવૂડના ટોચના અભિનેતા બેન કિંગ્સલેએ કહ્યું હતું કે આયર્ન મેન થ્રીમાં મેં ભજવેલા પાત્ર મેન્ડેરીનની પ્રેરણા મને એેક બ્રિટિશ એક્ટર પરથી મળી હતી.
'એ દિવસેામાં હું લંડનની રોયલ શેક્સપિયર કંપની સાથે જોડાયેલો હતો. મારે બ્રિટિશ એક્ટર ટ્રેવર સ્લેટરીનો રોલ કરવાનો હતો જેને કિલિયન નામનો વિલન (અભિનેતા ગે પીયર્સ ) ભાડૂતી ગંુડા તરીકે રોકે છે... ટેન રીંગ્સ નામની એક આંતરરાષ્ટ્રીય ગેંગના વડા મેન્ડરેનને સ્લેટરીએ મારી નાખવાનો હોય છે. એને ધંધાદારી હત્યારા તરીકે રોકવામાં આવ્યો હોય છે. ટેન રીંગ્સ તરીકે ઓળખાતો એ માણસ દસે આંગળીમાં વીંટી પહેરતો હોવાથી ટેન રીંગ્સ તરીકે નામચીન થયો હતો. મને એના પરથી મારા પાત્રની પ્રેરણા મળી હતી' એમ બેન કિંગ્સલેએ કહ્યું હતું.
આ ફિલ્મથી બેન માર્વેલ સિનેમેટિક યુનિવર્સ સાથે જોડાયો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WK4HUc
via Latest Gujarati News
0 Comments