લોસ એંજલ્સ તા.5 જૂન, 2019 બુધવાર
ફિલ્મ સર્જક મેથ્યુ વૉને કહ્યુ ંહતું કે અમારી હિટ ફ્રન્ચાઇઝી કિંગ્સમેનની ત્રીજી કડીમાં તમને ઘણું બધું અનપેક્ષિત જોવા મળશે એેની ખાતરી રાખજો.
ફોક્સ સ્ટુડિયોએ ગયા વર્ષના સપ્ટેંબરમાં વૉનને બિરદાવતાં કિંગ્સમેનની ત્રીજી કડીનો લેખક તથા ડાયરેક્ટર ગણાવ્યો હતો. ત્યારબાદ વૉને સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે કેટલીક વાર લોકો તમારી સફળતાને આકસ્મિક ગણાવી દેતાં હોય છે તો કેટલાક લોકો સફળતાને બિરદાવતાં હોય છે... એક વાત નક્કી કે કિંગ્સમેનની ત્રીજી કડીમાં તમને ઘણું અનપેક્ષિત જોવા મળશે...અમે સ્ક્રીપ્ટને આખરી રંગ આપી રહ્યાં છીએ...
વૉને વધુમાં જણાવ્યા મુજબ આ વર્ષની આખર સુધીમાં અમે ફિલ્મને ફ્લોર પર લઇ જઇશું અને મોડામાં મોડી ૨૦૨૧માં ફિલ્મ રજૂ કરીશું. ત્યાં સુધી વેઇટ એન્ડ વૉચ...
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EUlLwr
via Latest Gujarati News
0 Comments