લંડન / મુંબઇ તા.5 જૂન, 2019 બુધવાર
ઇન્ટરનેશનલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશ્યલ મિડિયા પર પોતાની બહેનપણી મેગન માર્કલના બચાવમાં લખ્યું હતું કે મેગન રંગદ્વેષનો શિકાર બની છે.
અત્રે એ યાદ રહે કે મેગન માર્કલ બ્રિટિશ રાજ પરિવારની પુત્રવધૂ છે અને પ્રિયંકાએની બહેનપણી છે. મેગન સોશ્યલ મિડિયા પર સતત ટ્રોલ થતી રહી છે. એના વિશે સતત અપશબ્દો અને ગંદી કોમેન્ટ્સ થતી રહી છે.
એમાંય ૨૦૧૭માં મેગને પહેલીવાર બ્રિટિશ પ્રિન્સ હેરી સાથેના પોતાના સંબંધોનો જાહેરમાં એેકરાર કર્યો ત્યારબાદ તો એની ટીકામાં જબરદસ્ત વધારો થઇ ગયો હતો. પ્રિન્સ હેરીને પોતાના સપનાનો રાજકુમાર સમજતી અસંખ્ય મહિલાઓએ પણ મેગનને ટ્રોલ કરી હતી.
સદા મેગનની પડખે રહેતી પ્રિયંકાએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે મેગન રંગભેદનો શિકાર બની છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પણ પ્રિયંકાએ કહ્યું કે ડચેસ ઑફ સસેક્સની જે અત્યંત ટીકા થઇ છે એે વખોડવા લાયક છે. એ રંગભેદનો શિકાર બની છે, બીજું કંઇ નથી. હકીકતમાં એમની પ્રશંસા થવી જોેઇએ કે આટઆટલી નિંદા થવા છતાં એમણે પોતાની સ્વસ્થતા છોડી નથી. સંયમ ગુમાવ્યો નથી કે ગુસ્સે થઇ નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mt6Gbn
via Latest Gujarati News
0 Comments