નવોદિત સાંસદ હવે નિકાહ કરી લેશે

નવી દિલ્હી/ મુંબઇ તા.5 જૂન, 2019 બુધવાર

કોલકાતાની અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની નવોદિત સાંસદ નૂસરત જહાં ટૂંક સમયમાં લગ્ન કરી લેશે એવી માહિતી મળી હતી.

સમગ્ર દેશમાં મોદી મોજા વચ્ચે નૂસરત જહાં પશ્ચિમ બંગાળની બશીરહાટ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર લડી હતી અને લોકસભામાં ચૂંટાઇ આવી હતી. હવે એ પોતાનાં લગ્નની તૈયારીમાં બીઝી હોવાનું જાણવા મળ્યું હતું.

ખુદ નુસરતે સોશ્યલ મિડિયા પર આ વાતની જાહેરાત કરી હતી. એણે લખ્યું હતું કે હું કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે પ્રભુતામાં પગલાં પાડવા જઇ રહી છું. અમારાં લગ્ન ડેસ્ટિનેશન મેરેજ હશે. અમે ઇસ્તંબુલમાં લગ્ન કરવાનાં છીએ.

નુસરતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો જેમાં પોતે દૂલ્હનની જેમ સજેલી ધજેલી દેખાય છે. એના હાથમાં એક વીંટી દેખાય છે અને એનો હાથ અન્ય વ્યક્તિએ પકડેલો નજરે પડે છે.ઔઆ ફોટોગ્રાફ સાથેના કેપ્શનમાં લખ્યું છે, જ્યારે સત્ય કરતાં સ્વપ્ન વધુ રોમાંચક હોય ત્યારે જીવનમાં એકબીજાનો હાથ પકડીને ચાલતાં રહેવું...

આ ફોટોગ્રાફ અને ખુદ નુસરતે કરેલી જાહેરાત પરથી સ્પષ્ટ છે કે નુસરત બહુ જલદી લગ્ન કરવાની છે. આમ આ અભિનેત્રી હવે નેતા અને દૂલ્હન આમ ડબલ રોલ કરવાની છે.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JYQDAi
via Latest Gujarati News

Post a Comment

0 Comments