સિદ્ધાર્થ સભરવાલ પર ડોમેસ્ટિક વાયોલન્સની કલમ લાગુ પડી

મુંબઇ તા.5 જૂન, 2019 બુધવાર

મુંબઇ પોલીસની દાદર શાખાએ ટીવી અને ફિલ્મ સ્ટાર આરઝૂ ગોવિત્રિકરના પતિ અભિનેતા સિદ્ધાર્થ સભરવાલ સામે ડોમેસ્ટિક હિંસાનો કેસ નોંધ્યો હોવાની માહિતી મળી હતી.

આ કિસ્સો આમ તો છેલ્લા બે માસથી ચર્ચાતો રહ્યો છે. સિદ્ધાર્થને શરાબની ટેવ હોવાથી આરઝૂ વારંવાર એને રોકતી હતી કે બહુ શરાબ પીવો સારો નહીં. આટલી વાત પર થયેલી બોલાચાલી બાદ સિદ્ધાર્થે આરઝૂને બાથરૃમમાં ઘસડી લઇ જઇને મારપીટ કરી હતી. આરઝૂએ આ વાતની જાણ પોતાની બહેન અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરને કરતાં અદિતિએ એને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી અને તદનુસાર બંને બહેનોએ પોલીસ ફરિયાદ કરી હતી. સિદ્ધાર્થ પત્નીને થપ્પડ મારી રહ્યો છે એવી વિડિયો ક્લીપ પણ આરઝૂએ પોતાની ફરિયાદના સમર્થનમાં રજૂ કરી હતી.

દાદર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સિદ્ધાર્થને આરઝૂના ફ્લેટમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. થોડા દિવસ પછી મામલો શાંત થતાં સિદ્ધાર્થ ફરી ઘરમાં આવ્યો હતો અને થોડા દિવસ બધું બરાબર ચાલ્યું હતું. ફરી એકવાર શરાબના મામલે બંને વચ્ચે બોલાચાલી થતાં સિદ્ધાર્થ ગુસ્સામાં પત્ની પર થૂંક્યો હતો. એ સામે આરઝૂએ નારાજી વ્યક્ત કરતાં ફરી આરઝૂના મોં પર થૂંક્યો હતો. ત્યારબાદ ફરી મારપીટ શરૃ થતાં આરઝૂએ ઇન્ડિયન પીનલ કૉડની ૧૨૫મી કલમ હેઠળ ડોમેસ્ટિક વાયોલન્સનની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xz9oxn
via Latest Gujarati News

Post a Comment

0 Comments