
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.8 જૂન, 2019, શનિવાર
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એવિએશન સિક્ટોરિટી ફી (એએસએફ)માં હાલના રૂપિયા ૧૩૦ને બદલે રૂપિયા ૧૫૦ નો વધારો કરતાં દરેક ભારતીય મુસાફર માટે પહેલી જુલાઇથી હવાઇ મુસાફરી થોડી મોંઘી બનશે, એમ એક સત્તાવાર દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને આવતા મહિનાથી સુરક્ષા ફી પેટે ૩.૨૫ ને બદલે ૪.૮૫ ડોલર ચૂકવવા પડશે.
' ડોમેસ્ટિક પેસેન્જરો માટે આવતા મહિનાથી એએસએફમાં વધારો કરાશે. દરેક મુસાફરે હવે રૂપિયા ૧૩૦ને બદલે રૂપિયા ૧૫૦ આપવા પડશે'એમ સાતમી જૂનના નાગરિક મંત્રાલયના એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું હતું.' આંતરરાષ્ટ્રીય મુસાફરોને હવે પછી ૪.૮૫ ડોલર અથવા તો એટલી જ કિમંતના ભારતીય રૂપિયા ચૂકવવા પડશે'એમ તેમાં ઉમેરવામાં આવેલું.
પેસેન્જર સર્વિસ ફીને બદલે હવે એવિએશન સિક્યોરિટી ફી લેવામાં આવશે. 'ઉપરોક્ત ચાર્જ પહેલી જુલાઇ, ૨૦૧૯થી અમલી બનશે. આ ફી પેસેન્જર સર્વિસ ફીને બદલે લેવામાં આવશે જે અત્યાર સુધી લેવામાં આવતી હતી. ભારતીય ચલણમાં રૂપિયા ૧૩૦ ની બરાબરના રકમમાં જારી કરેલી ટિકિટ માટે ૩.૨૫ ડોલર રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WzHlkH
via Latest Gujarati News
0 Comments