આફ્રિકામાં ઘણાં વર્ષોથી ચીની માગને લીધે હાથીઓના દાંતનું વેચાણ થાય છે. જો કે આ વેચાણને લીધે હાથીઓની સંખ્યા ઘટી રહી હોવાથી આફ્રિકન સરકારે હાથીના શિકાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક રિપોર્ટમુજબ તો આ વેચાણને પગલે હવે હાથીઓની સંખ્યા અડધા કરતા પણ અડધી થઈ ગઈ છે.

ગેરકાનુની વન્યજીવોના શિકારને લીધે હાથીઓની સંખ્યા વધી છે. જે મુજબ 2011માં એમની સંખ્યામાં ઘણો વધારો થયો છે. કહેવાયું છે કે 2011માં પહેલાની સરખામણીએ 10 ટકાનો વધારો થયો છે. આ સર્વે પછી આફ્રિકન સરકારે આ ગેરકાયદેસર શિકાર પર પ્રતિબંધ લગાવ્યો. જો કે આ પ્રતિબંધ છતાં હાથીઓની સંખ્યામાં વધારો નથી થઇ રહ્યો.
2011 પછી જન્મેલા હાથીઓની સંખ્યાની ગણતરીમાં ખુલાસો થયો કે એમની સંખ્યા 2011ની સરખામણીએ 6 ટકા ઓછી થઇ ગઈ છે એટલે કે આશરે 4 ટકાનો ઘટાડો થયો છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અહીં દરવર્ષે 15,000 હાથી માર્યા જાય છે. જે એક ચિંતાનો વિષય છે. અભ્યાસમાં શામેલ યૉર્ક યુનિવર્સિટીના સહલેખક કૉલિન બેલે કહે છે કે, સારી વાત એ છે કે આ કાયદાથી અવૈધ શિકારમાં ઘટાડો થયો છે પણ મને નથી લાગતુ કે એનાથી હાથીઓની સંખ્યા વધી રહી હોય. એમની વસ્તી વધવાનો દર હજી બહુ નીચો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WkkQLR
via Latest Gujarati News
0 Comments