મુંબઇના કિનારેથી એલિફન્ટા સુધી રોપ-વેની મહત્વાકાંક્ષી યોજના


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 3 જૂન 2019, સોમવાર

મુંબઇગરા અને પર્યટકો અરબી સમુદ્રનો સુંદર નજારો તેમજ કુદરતી સૌંદર્યની મજા માણતા એલિફન્ટા રોપ-વે થકી જઇ શકાશે આ રોપ-વે મુંબઇના ભાઉચા ધક્કાથી એલિફન્ટચા ટાપુ (ધારાપુરી) સુધી બે વર્ષના નિર્માણ કરાશે. એમ એલિફન્ટા મહોત્સવની ઉજવણી વેળા મહારાષ્ટ્રના પર્યટન વિભાગના પ્રધાન જયકુમાર રાવલે જણાવ્યું હતું

સુર, સંગીત, શિલ્પ અને ચિત્રકલાના સંગમની સાથોસાથ બે દિવસના એલિફન્ટા મહોત્સવમાં સામેલ થવા મુંબઇ અને બહારથી આવેલા પર્યટકોએ આનંદ માણ્યો હતો. શનિવાર અને રવિવાર એમ બે દિવસના એલિફન્ટા મહોત્સવમાં આશરે એક લાખથી વધુ પર્યટકો સહભાગી થયા હતાં. 

રવિવારે ગેટ વે ઓફ ઇન્ડિયા બોટમાં જવા પહેલા પત્રકારો સાથે ચર્ચા કરતા પર્યટન પ્રધાન જયકુમાર રાવલે જણાવ્યું હતું કે લોકોની સુવિધા માટે રાજ્ય સરકારે અનેક પગલા હાથ ધર્યા છે. એમાં એલિફન્ટા રોપ વે માટેની મંજૂરી મળી ગઇ છે. આ રોપવે ભાઉચા ધક્કાથી એલિફન્ટા ટાપુ સુધીનો હશે. આ રોપ-વે આગામી બે વર્ષમાં તૈયાર થઇ જશે.

આ સિવાય શિવાજી સ્મારકના નિર્માણ થયા બાદ પર્યટકો એલિફન્ટા અને શિવાજી સ્મારક એમ બન્નેની એક સાથે મુલાકાત લઇ શકે છે. રવિવારે એલિફન્ટામાં ખુદ જયકુમાર રાવલે હેરિટેજ વોકમાં ભાગ લીધો હતો. આ વોકમાં ખાસ દિવ્યાંગ બાળકોને બોલાવ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં પર્યટકો સામેલ થતા અલિફન્ટા જવા લાંબી કતાર સુદ્ધા લાગી હતી.

મહારાષ્ટ્ર પર્યટન વિકાસ કોર્પોરેશન તરફથી એલિફન્ટા મહોત્સવનું આયોજન કરાયું હતું. ગત શનિવારે ગેટ-વે-ઓફ ઇન્ડિયા ખાતે એલિફન્ટા મહોત્સવનું ઉદ્ઘાટન જયકુમાર રાવલના હસ્તે કરાયું હતું. તે વેળા હિન્દી ફિલ્મોના ગાયક કૈલાશ ખૈર આર્કેસ્ટ્રા આપી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Imax50
via Latest Gujarati News

Post a Comment

0 Comments