
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 જૂન 2019, સોમવાર
એકતા કપૂર અને હૃતિક રોશન વચ્ચે સારી મિત્રતા છે. તેથી તેણે હૃતિક સાથે બોક્સ ઓફિસ પર પોતાની ફિલ્મની ટક્કર ટાળીને દોસ્તીને વધુ મજબૂત કરી છે. એકતાએ પોતાની આગામી ફિલ્મ 'જબરિયા જોડી'ની રિલીઝ ડેટમાં બદલાવ કરીને હૃતિકની 'સુપર ૩૦' સાથેની બોક્સ ઓફિસ ટક્કર ટાળી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અન ેપરિણીતિ ચોપરા અભિનિત આ ફિલ્મ ૧૨ જુલાઇ રિલીઝ કરવાની યોજના હતી. ત્યારે હૃતિકની ફિલ્મ ૨૬ જુલાઇ રિલીઝ થવાની હતી. પરંતુ એકતાએ પોતાની બીજી ફિલ્મ જે કંગના રનૌત સાથેની છે તેને ૨૬ જુલાઇએ રિલીઝ કરવાનો નિર્ણય લેતા હૃતિક અને કંગનાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાવાની હતી.
હવે બે ફિલ્મોનો ટકરાવ તેમજ હૃતિક-કંગના વચ્ચેના ચાલી રહેલા વિવાદને કારણે પણ આ ટકરાવ હૃતિકને પસંદ નહોતો.તેથી હૃતિકે પોતાની ફિલ્મની તારીખમાં ફેરફાર કરીને ૨૧ જુલાઇ કરી. પરંતુ એકતાએ પોતાની અન્ય એક ફિલ્મ સિદ્ધાર્થ અને પરિણીતિ ચોપરાની ફિલ્મને ૨૧ જુલાઇએ જ રિલીઝ કરવાની ઘોષણા કરી. પરિણામે ફરી એકતા અને હૃતિકની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાતી હતી. તેથી એકતાને મિત્રતાના ભાવે પોતાની ફિલ્મની રિલીઝ તારીખમાં બદલાવ કરીને હૃતિક સાથેની દોસ્તી નિભાવી છે. હવે આ ફિલ્મ ૨, ઓગસ્ટના રિલીઝ કરવામાં આવશે.
એકતા એક જવાબદાર નિર્માત્રી છે, વ્યવસાયિક વલણ માટે જાણીતી છે. તેથી તે શક્ય હોય ત્યાં સુધી પોતાની સાથેના લોકોને મુશ્કેલીમાં મુકતી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kqsv8X
via Latest Gujarati News
0 Comments