
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 જૂન 2019, સોમવાર
થોડા દિવસો પહેલા 'લક્ષ્મી બોમ્બ'નો દિગ્દર્શક રાઘવ ફ્લોરેન્સ ફિલ્મના નિર્માતા અને ક્રિએટિવ ટીમથી નારાજ થયો હતો. પરિણામે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.પરંતુ તેને ફિલ્મના મુખ્ય અભિનેતા અક્ષય કુમાર સાથે સારા સંબંધો હોવાથી તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ આપવાની તૈયારી દર્શાવી હતી. અક્ષયે ફિલ્મના નિર્માતાઓ સાથે મળીને આ મુશ્કેલીનો અંત આણ્યો છે. પરિણામે રાઘવ આ ફિલ્મ સાથે પાછો જોડાઇ ગયો છે.
'' હું દિગ્દર્શક તરીકે ફરી 'લક્ષ્મી બોમ્બ' સાથે જોડાઇ રહ્યો છું. મને સમજાવવા માટે અને આ ફિલ્મમાં પાછો લાવવા માટે હું અક્ષય કુમારનો આભાર માનું છું. હું આ ફિલ્મનો ફરી હિસ્સો બન્યાથી ઉત્સાહિત છું, '' તેમ રાઘવે ટ્વિટ કરીને જણાવ્યુ ંહતું.
આ ફિલ્મનું પોસ્ટર રાઘવની જાણ બહાર બહાર પાડયું હોવાથી તે નારાજ થઇ ગયો હતો. તેણે એક લાંબી લચક પોસ્ટ કરી હતી અને ફિલ્મથી છૂટો થયાનું જણાવ્યું હતું. તેનું કહેવું હતુ ંકે, દિગ્દર્શકની જાણ બહાર પોસ્ટ બનાવીને જાહેર કરવું તે બિનવ્યવસાયિક હોવાથી મને અપમાનજનક લાગ્યું છે. મને ફિલ્મની ટીમે આ બાબત પહેલાથી જણાવાની દરકાર પણ કરી નહોતી. પછીથી અક્ષયે વચમાં પડીને આ મુશ્કેલીનો સુખદ અંત આણ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KpFlnZ
via Latest Gujarati News
0 Comments