સલમાન ખાન શિવાજી મહારાજની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ, 3 જૂન 2019, સોમવાર

હાલ સલમાન ખાન અને દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરઆવનારી ફિલ્મ 'ભારત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન દિગ્દર્શકે પોતાની આગામી ફિલ્મની ઇચ્છા જાહેર કરી છે. અલી અબ્બાસ ઝફર શિવાજી મહારાજના જીવનથી પ્રભાવિત છે અને તેમની બાયોપિક બનાવાનું વિચારી રહ્યો છે. 

'' જો બધુ સમૂસૂથરું પાર પડશે તો, મારે શિવાજી મહારાજની બાયોપિક બનાવાની ઇચ્છા છે. આ ફિલ્મમાં સલમાન મુખ્ય પાત્રમાં હશે.હું હંમેશાથી શિવાજી મહારાના જીવનથી ઘણો પ્રભાવિત રહ્યો છું, અને જલદી જ તેમના જીવન પર ફિલ્મ બનાવીશ,'' તેમ અલી અબ્બાસ ઝફરે જણાવ્યુ ંહતું. 

સલમાન અને અલી અબ્બાસ ઝફરે બોલીવૂડને ઘણી બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં 'સુલતાન, ટાઇગર ઝિન્દા હૈ જેવા નામ સામેલ છે. 

જોકે આ ફિલ્મ ક્યારે બનશે તે કહેવું મુશ્કેલ છે. સલમાન 'ભારત' બાદ 'દબંગ ૩'નું શૂટિંગ પૂરુ કરશે. આ પછી તે બિગ બોસ ૧૩ને હોસ્ટ કરશે. સાથેસાથે તે સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'ઇન્શાલ્લાહ અને સાજિદ નડિયાદવાળાની 'કિક ૨'નું શૂટિંગ શરૂ કરવાનો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z6K5mE
via Latest Gujarati News

Post a Comment

0 Comments