
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 જૂન 2019, સોમવાર
બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ફિલ્મસર્જક ફરાહ ખાને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હવે તેણે પોતાની આગામી ફિલ્મોમાં ધૂમ્રપાનના દ્રશ્યો ન સમાવવાનો નિર્ણય કર્યો છે.
ફરાહ હાલમાં કેન્સર પેશન્ટસ એડ એસોશિયેશનની ઇવેન્ટનો હિસ્સો બની હતી. આ ઓર્ગેનાઇઝેશન લોકોમાં તમાકુ અને સિગારેટ પીવાથી સ્વાસ્થયને થતા નુકસાન જણાવીને લોકોમાં જાગરૂકતા ફેલાવાનું કામ કરે છે. ફરાહે આ સંસ્થાને લગતી એક ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો. અને તેણે હવેથી ફિલ્મમાં ધૂમ્રપાનના દ્રશ્યો ન દર્શાવાનો નિર્ણય કર્યો હતો.
'' એક ફિલ્મસર્જક તરીકે હું ફેંસલો લઇ રહી છું કે, મારી ફિલ્મોમાં હવેથી કોઇ પણ એકટર સ્મોક કરતો નહીં જોવા મળે. જોકે મોટા ભાગે મારી ફિલ્મોમાં હું આવા દ્રશ્યો શામેલ કરતી નથી. પરંતુ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં અર્જુન રામપાલના પાત્રની ડિમાન્ડ હોવાથી સિગારેટ ફૂંકતો દાખવ્યો હતો. જોકે ફિલ્મના અંતમાં તેના બુરા હાલ થયા હતા. તેથી હું વચન વચન આપું છું કે, હવેથી મારી ફિલ્મોમાં સ્મોકિંગને મહત્વ નહીં આપું.
ઉલ્લેખનીય છે કે, ફરહા ખાનનો ખાસ મિત્ર શાહરૂખ ખાન પણ સ્મોક કરે છે. તેથી કિંગ ખાનને આ ઇવેન્ટમાં સલાહ આપવાનું ફરાહને કહેવામા ંઆવ્યુ ંહતું. ત્યારે તેણે કહ્યુ ંહતુ ંકે, '' દરેક વ્યક્તિ પોતાના માટે જવાબદાર હોય છે. મારા પરિવારમાં પણ ઘણા લોકો સ્મોક કરે છે, તે બધા જ પરિપકવ છે, તેઓ શું કરી રહ્યા છે, તે જાણી રહ્યા છે. તેથી મને નથી લાગતું કે આપણે કોઇને આ બાબતે સલાહ આપવી જોઇએ. એક જવાબદાર ફિલ્મમેકર તરીકે મારાથી જે થઇ શકે તેની જ હું ખાતરી આપી શકું, તેમ ફરાહે વધુમાં જણાવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EQwhoy
via Latest Gujarati News
0 Comments