
નાની મોટી નોકરી કરીને જીવન નિર્વાહ કરતા નોકરીયાતો રજા પર રહેવા માટે વિવિધ પ્રકારના બહાના બતાવતા હોય છે. કોઇ પણ ભોગે રજા માટે આપવામાં આવતા કાલ્પિનક બહાનાએ માનસિક બીમારી હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે.નવી કેટલીક બીમારીઓની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ઓફિસમાંથી રજા લેવા માટે આપવામાં આવતી
કામમાં વધતા જતા તણાવના કારણે આવું વલણ જોવા મળે છે. આ બહાના હેઠળ નોકરીયાતનો હેતું કામથી બચવાનો હોય છે. વારંવાર આમ કરનારાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇન્ટરનેશનલ કલાસિફિકેશન ઓફ ડિસીઝના લિસ્ટમાં સામેલ કરી છે. આ લિસ્ટ મુજબ બર્નઆઉટ સિંડ્રોમ એક પ્રકારની માનસિક સમસ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની માહિતી મુજબ પ્રાઇવેટ કંપનીઓમાં એક સપ્તાહમાં ૫૦ કલાક કરતા વધુ કામ કરવામાં આવતું હોવાથી બહાના હેઠળ રજા લેવાનું પ્રમાણ વધારે જોવા મળે છે.રિપોર્ટ મુજબ ભારતમાં નાની મોટી નોકરી કરતા ૪૨ ટકા ભારતીયો ડિપ્રેશન અને એન્ઝાઇટી પ્રકારની બીમારી ધરાવે છે. આથી નોકરી કરીને ઘરે આવ્યા પછી પણ પરીવાર સાથે હોવા છતાં અજંપો રહે છે.આથી પરીવાર સાથે હોવા છતાં વાત કરી શકતા નથી કે ખરેખર સમય વિતાવતા નથી.
એટલું જ નહી મિત્રો સાથે મળવાનું પણ ઓછું થઇ જાય છે. છેવટે તેનો સામાજિક સંબંધો પણ ઓછા કરી નાખે છે. વર્ક સિન્ડ્રોમના ત્રણ લક્ષણો છે જેના પરથી તેને ઓળખી શકાય છે. માનસિક થાક અને એનર્જીની ખામી મહેસુસ થાય છે. ઓફિસમાં પુરા ઉત્સાહ સાથે કામ કરવામાં તકલીફ પડે છે. થાકી જવાતું હોવાનો વારંવાર અનુભવ થાય છે. કામ કરતી વખતે બીજા માટે નેગેટિવ ભાવના જાગે છે એટલું જ નહી કાર્ય કુશળતામાં પણ ઘટાડો થાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IhuoSC
via Latest Gujarati News
0 Comments