વાહ્ પપ્પા વેલ ડન, વી આર પ્રાઉડ ઑફ યુ...

મુંબઇ તા. 1 જૂન 2019 શનિવાર

હોનહાર અભિનેત્રી જાન્હવી કપૂરે તાજેતરમાં સોશ્યલ મિડિયા પર પોતાના પિતા સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂરને બિરદાવ્યા હતા.

વાત એવી હતી કે બોનીનું વજન પહેલાં કરતાં ઘણું વધી ગયું હતું જે એમના આરોગ્ય માટે જોખમી સાબિત થઇ શકે એમ હતું. એ મેદસ્વી જણાતા હતા. ડૉક્ટરોએ એમને વજન ઘટાડવાની સલાહ આપી હતી. અભિનેત્રી પત્ની શ્રીદેવીના અકાળ મરણ પછી બોની પોતાની આહાર વિહારની બાબતમાં થોડા બેદરકાર થઇ ગયા હતા. બોનીને એમના સંતાનો સતત સમજાવી રહ્યા હતા કે ડૉક્ટરો કહે છે એમ તમે હવે વજન ઘટાડવાના પ્રયાસો કરો.

બોનીએ મન મક્કમ કરીને પ્રયાસો શરૃ કર્યા હતા અને ૧૨ કિલો વજન ઘટાડયું હતું. એ પહેલાંની તુલનાએ હાલ ઘણા સ્લીમ દેખાય છે. જાન્હવીએ પિતાને અભિનંદન આપ્યા હતા અને સોશ્યલ મિડિયા પર આ સમાચાર મૂકીને પિતાને બિરદાવ્યા હતા. તેણે લખ્યું હતું કે પાપાએ ૧૨ કિલો વજન ઘટાડી નાખ્યું છે, સ્લીમ, ટ્રીમ એન્ડ હેલ્ધી... વી આર પ્રાઉડ ઑફ યુ પાપા..

કામની વાત કરીએ તો કરણ જોહરની ધડકથી અભિનય કારકિર્દી શરૃ કરનારી જાન્હવી હાલ બે ફિલ્મો કરી રહી છે. એક છે કરણ જોહરની તખ્ત જેમાં મુઘલ સામ્રાજ્યના બે ભાઇઓની વાત છે. બીજી ફિલ્મ ભારતીય હવાઇ દળની જાંબાઝ પાઇલટ ગૂંજન સક્સેનાની બાયો-ફિલ્મ છે. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MwlVAe
via Latest Gujarati News

Post a Comment

0 Comments