ન્યૂયોર્ક / મુંબઇ તા. 1 જૂન 2019 શનિવાર
અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલા સિનિયર અભિનેતા રિશિ કપૂરને હવે ઘર સતત યાદ આવી રહ્યું છે. તાજેતરમાં એમણે સોશ્યલ મિડિયા પર પ્રશ્ન પૂછ્યો હતો, હવે મને ઘરે ક્યારે જવા મળશે ?
અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલા રિશિએ કીમોથેરપીના છ સાત તબક્કા પસાર કર્યા છે અને એની અસર એમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. આ બીમારીની સારવાર જરૃરી હોવાથી એ પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શક્યા નહોતા. જો કે હવે એમની સારવાર પૂરી થઇ ચૂકી છે પરંતુ સિનિયર ડૉક્ટરો ગ્રીન સિગ્નલ ન આપે ત્યાં સુધી રિશિ સ્વદેશ પાછા ફરી શકે એમ નથી.
સોશ્યલ મિડિયા પર નિયમિત સક્રિય રહેલા રિશિએ તાજેતરમાં લખ્યું હતું, 'મને ન્યૂયોર્કમાં આઠ મહિના થઇ ગયા. હવે અહીં કંટાળો આવે છે. ઘર સતત યાદ આવે છે....મને ઘરે ક્યારે જવા મળશે ?
જો કે રિશિ કપૂર કેટલેક અંશે નસીબદાર છે. એમના અમેરિકા રોકાણ દરમિયાન એમને સ્વજનો ઉપરાંત બોલિવૂડના ઘણા કલાકારો મળવા ગયા હતા અને એ રીતે એમને સાવ એકલાપણું કે ઘરની યાદથી મુક્ત રાખ્યા હતા. વચ્ચે એકવાર એમણે એવો સવાલ પણ પૂછ્યો હતો કે હું પહેલાંની જેમ ફિલ્મોમાં કામ કરી શકીશ ખરો ને ?
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EKSKTQ
via Latest Gujarati News
0 Comments