મોનાલિસાના ફોટોગ્રાફ્સને સોશ્યલ મિડિયા પર આવકાર

મુંબઇ તા. 1 જૂન 2019 શનિવાર

 ટીવી સ્ટાર મોનાલિસાએ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર મૂકેલી એની તસવીરોને જોરદાર આવકાર સાંપડયો હતો. આ તસવીરો મોનાલીસા એક સ્વીમીંગ પુલમાં મોજ મસ્તી કરી રહી હતી ત્યારની છે.

સુપર સ્ટાર સલમાન ખાન સંચાલિત બીગ બોસની ૧૦મી સીઝનમાં ચમક્યા બાદ મોનલિસાને ટીવી સિરિયલ નઝરમાં એક સરસ રોલ મળ્યો હતો અને એ રોલ એણે ખૂબીપૂર્વક ભજવ્યો હતો. ત્યારથી એ ફેન્સની લાડકી અભિનેત્રી બની રહી હતી. 

સ્વીમીંગ પુલમાં ક્વોલિટી સમય પસાર કરી રહેલી મોનાલિસાએ આ ફોટોગ્રાફ્સ સાથે લખ્યું છે કે ક્યારેક જીવનમાં કોઇ યોગ્ય વળાંક પર નવી ગેમ હાથમાં આવી જતી હોય છે...

મોનાલિસાની આ તસવીરો એના ચાહકોને ખૂબ ગમી ગઇ છે એ હકીકત એને મળેલા આવકાર પરથી જોઇ શકાય છે. મોનાલિસા પણ ચાહકો દ્વારા એને મળેલા પ્રતિભાવથી ખુશ જણાતી હતી.

મોનાલિસા હાલ પ્રસારિત થઇ રહેલી સિરિયલ નઝરમાં ડાકણનો રોલ કરી રહી છે. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wy3Irw
via Latest Gujarati News

Post a Comment

0 Comments