અમદાવાદ, તા. 1 જૂન 2019, શનિવાર
વૈશાખી વાયરાઓ કાળઝાળ ગરમી વરસાવી રહ્યા છે. ભારે ગરમીના કારણે ઉત્તર ભારત પોકારી ઉઠ્યું છે. રાજ્યમાં પણ ફરીએકવાર કાળઝળ ગરમી શરૂ થઈ છે. અગન ગોળા વર્ષાવતી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. છેલ્લા એક અઠવાડીયાથી સતત ગરમીમાં વધારો નોધાઈ રહ્યો છે.
શુક્રવારે જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં શુક્રવારે અત્યાર સુધીનો સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે. તો શ્રીગંગાનગરમાં પારો 50 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.
રાજધાની દિલ્હી સહિત કેટલાય રાજ્યમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ યથાવત છે. શુક્રવારે દિલ્હીમાં પારો 47 ડિગ્રી પર પહોંચી ગયો. નોયડા, ગાઝીયાબાદ, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પણ તાપમાન 45થી 46 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર ગરમી આ વખતે તમામ રેકોર્ડ તોડી શકે છે અને હજુ એક અઠાવાડિયા સુધી ગરમીથી રાહતની કોઇ આશા નથી.
રાજસ્થાનમાં તુટ્યો 75 વર્ષનો રેકોર્ડ
રાજસ્થાનમાં આવેલું શ્રીગંગાનગરમાં પારો 46.6 ડિગ્રી સુધી પહોંચી ગયો, જે અત્યાર સુધીનો સૌથી વધુ નોંધાયેલું તાપમાન છે. આ સાથે જ 75 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા 30 મે 1944ના રોજ સૌથી વધુ તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના જ ચુરૂમાં સૌથી વધુ તાપમાન 48.5 અને બીકાનેરમાં 46.6 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યું છે. જોકે, રાજસ્થાનમાં જ નહીં પાહોજની રાની તરીકે વિખ્યાત શિમલામાં શુક્રવારના રોજ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે જે સામન્યથી પાંચ ડિગ્રી વધારે છે. ઉનામાં તાપમાન 46 ડિગ્રી અને હરિયાણાના નારનોલમાં પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EOqWhk
via Latest Gujarati News
0 Comments