બ્રિટનના ગૃહ પ્રધાન સાજીદ જાવિદે અસાંજેને અમેરિકા પ્રત્યાર્પણ કરવાના ઓર્ડર પર સહી કરી


(પીટીઆઇ) લંડન, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

એમેરિકન કોર્ટમાં કોમ્પ્યુટર હેકિંગના આરોપોનો સામનો કરનાર વિકિલીક્સના સહ-સ્થાપક જુલિયન અસાંજેને અમેરિકા પરત મોકલવાની યુએસની વિનંતીના પગલે બ્રિટનના ગૃહ પ્રધાન સાજીદ જાવીદે તેને પાછો મોકલવાના ઓર્ડર પર સહી કરી હતી. પાકિસ્તાની મૂળના વરિષ્ઠ રાજકારણીએ કહ્યું હતું કે હવે બ્રિટનની અદાલતોએ નિર્ણય લેવાનો છે કે અસાંજેને અમેરિકા પરત મોકલવા માટે આ કેસ  તમામ શરતો પુરી કરશે કે કેમ?

'હાલમાં એ જેલમાં છે. અમેરિકા તરફથી તેને પરત મોકલવાની વિનંતી કરાઇ હતી જેની પર આવતી કાલે કોર્ટ કોઇ નિર્ણય કરશે, પરંતુ મેં ગઇ કાલે જ દેશ નિકાલના ઓર્ડર પર સહી કરી હતી  જે હવે આવતી કાલે કોર્ટમાં રજૂ કરાશે'એમ તેમણે કહ્યું હતું.'અંતિમ નિર્ણય કોર્ટે લેવાનો હોય છે, પરંતુ ગૃહ મંત્રીની પણ એક ખૂબ મોટી ભૂમિકા હોય છે,  મારે તો એ જોવું છે કે દરેક સમયે લોકોને ન્યાય મળે અને અમને તો અસાંજેને પરત મોકલવાની કાયદેસરની વિનંતી મળી હતી, એટલા માટે મેં સહી કરી હતી'એમ તેમણે કહેલું.

ભારતના ભાગડુ  વિજય માલ્યા અને નિરવ મોદીને પરત મોકલવાની વિનંતી સહિતના કેસ ચલાવતા ચીફ મેજીસ્ટ્રેટ એમ્મા આરબુથોન્ટની અદાલતમાં આગામી શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. અસાંજે એટલો માંદો હતો કે ગયા મહિને વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસની સુનાવણીમાં પણ તે હાજર રહી શક્યો ન હતો. 

હવે આગામી શુક્રવારે ઉચ્ચ સુરક્ષા ધરાવતી બેલમાર્શ જેલમાં સુનાવણી કરાશે. ભારત- બ્રિટન પ્રત્યાર્પણ સંધીથી વિપરિત બ્રિટન-અમેરિકા સંધીમાં પ્રત્યાર્પણ માટે સરળ કાયદાકીય  પ્રક્રિયા હોય છે, કારણ કે વિનંતી કરનાર દેશને બ્રિટિશ કોર્ટ સમક્ષ આરોપી સામેના આરોપોને વિગતવાર રજૂ કરવાની જરૂર હોતી નથી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KjutZm
via Latest Gujarati News

Post a Comment

0 Comments