મુંબઇ તા.26 જૂન 2019 બુધવાર

હોનહાર અભિનેતા અર્જુન કપૂરનો આજે જન્મ દિવસ છે. હેપ્પી બર્થ ડે ટુ યુ અર્જુન...

1985ના  જૂનની 26મીએ મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં જન્મેલો અર્જુન સિનેફેમિલીનો નબીરો છે. એના પિતા બોની કપૂર સિનિયર ફિલ્મ સર્જક છે તો એના કાકા અનિલ કપૂર સિનિયર અભિનેતા છે અ્ને સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

અર્જુન સાવ નાનો હતો ત્યારે એના પિતા બોની કપૂરે ત્યારની ટોચની અભિનેત્રી શ્રીદેવી સાથે લગ્ન કરી લીધાં હતાં. ત્યારથી અર્જુન અને એની બહેનને પિતા સાથે બહુ ઓછો સંબંધ હતો. બે વર્ષ પહેલાં શ્રીદેવીનું મૃત્યુ થયું ત્યારબાદ ફરી આ બંને ભાઇબહેન પિતાની નિકટ થયાં. જો કે હવે અર્જુનને પિતા તથા શ્રીદેવીની પુત્રીઓ સાથે પણ સારી આત્મીયતા છે.

અભિનય કારકિર્દીની વાત કરીએ તો અર્જુનને હજુ સુપરહિટ કહેવાય એવી એક્કે ફિલ્મ મળી નથી. એની ફિલ્મોએ મધ્યમ કહેવાય એવી સફળતા હાંસલ કરી છે. એની છેલ્લી ફિલ્મ નમસ્તે લંડનમાં એ પરિણિતી ચોપરા સાથે ચમક્યો હતો. હાલ એ સિનિયર ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરની ઐતિહાસિક ફિલ્મ પાનીપત કરી રહ્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ILkWZ9
via Latest Gujarati News