
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 જૂન 2019, શુક્રવાર
સલમાન ખાન સાથે બોલીવૂડમાં કોઇ વ્યક્તિ પંગો લે તે પછી તેની કારકિર્દી પર માઠી અસર પડતી હોય છે. પ્રિયંકા ચોપરા સાથે પણ હાલ એવું જ બન્યું હોવાની ગોસિપ બોલીવૂડમાં થઇ રહી છે. સંજય ભણશાલી સાથેની પ્રિયંકા ચોપરાની ફિલ્મ હાલ ખોરંભે ચડી ગઇ છે.
વાત એમ બની છે કે, સંજય લીલા ભણશાલીએ સલમાન અને પ્રિયંકા બન્નેને ફિલ્મની ઓફર કરી હતી. સલમાને ભણશાલી સાથે કામ કરવાની તૈયારી દર્શાવી, પરિણામસ્વરૂપ 'ઇન્શાલ્લાહ' ફિલ્મ બનશે. હવે ભણશાલી પ્રિયંકા સાથે ફિલ્મ બનાવાની વાત ભૂલી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ભણશાલી અને સલમાન વચ્ચે થોડી કડવાશ હતી. જે ૨૦ વરસ બાદ ફરી સાથે કામ કરવાની વાતથી ઓગળી ગઇ છે.
ગોસિપ એવી પણ છે કે, ભણશાલી સલમાન સાથે ફિલ્મ બનાવી રહ્યો હોવાથી તે પ્રિયંકા સાથે હાલ કોઇ ફિલ્મ બાબત વાતચીત કરીને સલમાનને નારાજ નહીં કરે.
ભણશાલીએ સલમાન અથવા પ્રિયંકા એ બેમાંથી એક વ્યક્તિ સાથે કામ કરવાની યોજના હતી જે સલમાન થકી હવે પૂરી થશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z6xsYs
via Latest Gujarati News
0 Comments