
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 જૂન 2019, ગુરુવાર
દક્ષિણની ફિલ્મોનો સુપરસ્ટાર ધનૂષ ફરી હિંદી સિનેમામાં કામ કરે તેવી શક્યતા છે. તેણે આનંદ એલરાયની 'રાંઝણા અને ે આર.બાલ્કીની ફિલ્મ 'શમિતાભ'માં કામ કર્યું હતું. હવે તે આનંદ એલ રાય સાથે કામ કરે તેવી શક્યતા છે.
આનંદએલ રાય સાથે તેની વાટાઘાટ ચાલીરહી છે. ધનૂષ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઇ રહ્યો છે. હું થોડા જ દિવસોમાં તેની સાથે કામ કરવાનું છું. મને જેવી સારી સ્ક્રિપ્ટ મલશે કે તરત જ મારી હિંદી ફિલ્મની ઘોષણા કરવામાં આવશે.
ધનૂષે આર.બાલ્કી અને આનંદ એલ રાયની ફિલ્મ 'શમિતાભ'માં કામ કર્યું હતું. દક્ષિણનો એ બહુ જાણીતો અને ચર્ચિત ચહેરો છે. તેણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફિલ્મ માં કામ કર્યું છે. એ અનુભવ સારો રહ્યો હોવાનું ધનૂષે જણાવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WoudKx
via Latest Gujarati News
0 Comments