અક્ષય કુમારની બ્લોકબસ્ટર 'રાઉડી રાઠોર'ની બનશે સિકવલ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 જૂન 2019, ગુરુવાર

બોલીવૂડમાં ચાલી રહેલા સિકવલના ટ્રેન્ડમાં એક વધુ ફિલ્મનો ઉમેરા થયો છે. અક્ષય કુમાર અને સોનાક્ષી સિંહા અભિનિત 'રાઉડી રાઠોર'ની સિકવલ બનવાની છે. સાલ ૨૦૧૨માં રિલીઝથયેલી અક્ષય કુમારની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. હવે મેકર્સ આ ફિલ્મની સિકવલની તૈયારી કરી રહ્યો છે. સાત વરસ બાદ આ ફિલ્મની સિકવલ બનશે.

'' અમે રાુડી રાટોર ૨'ની સ્ક્રિપ્ટની તૈયારી કરી રહ્યા છીએ. ઈશ્વર ઇચ્છશે તો આ સિક્વલમાં પણ અક્ષય કુમાર જ મુખ્ય પાત્રમાં હશે,'' તેમ એક સૂત્રે જણાવ્યું હતું. અક્ષય સાથે સોનાક્ષી સિંહાએ આ ફિલ્મમાં કામ કર્યું હતું, હવે જોવું રહ્યું કે સિકવલમાં  બીજા કયા કલાકારો જોવા મળશે. આ ફિલ્મની સિકવલની તૈયારી જ જલદી પૂરી થશે.

ઉલ્લેખનીય છે કે, 'રાઉડી રાઠોર'માંઅક્ષય કુમાર ડબલ રોલમાં હતો. જેમાંનું એક પાત્ર પોલીસનું હતું જ્યારે બીજું ઠગનું હતું. 

અક્ષય હાલ એક જ એવો બોલીવૂડનો અભિનેતા છે, જે ફિલ્મોમાં હ્યુમર,એકશન, તેમજ ઇમોશન બહુ સારી રીતે દર્શાવી શકે છે. બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તે એક માત્ર ઓલરાઉન્ડર કહેવાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WsXsAr
via Latest Gujarati News

Post a Comment

0 Comments