
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 જૂન 2019, શુક્રવાર
નવાઝુદ્દીન સિદ્દીકીનો ભાઇ શમાસ સિદ્દીકી ફિલ્મ બોલે ચુડિયાં થી દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન મુખ્ય ભૂમિકામાં છે. મોની રોયને અભિનેત્રી તરીકે લેવામાં આવી હતી, પરંતુ તેને ફિલ્મ સર્જક સાથે મતભેદ થતાં હવે તેને આ ફિલ્મમાંથી પડતી મુકવામાં આવી છે. હવે આ ફિલ્મમાં તમન્ના ભાટિયા મુખ્ય પાત્રમાં જોવા મળશે.
હું આ પ્રોજેકટ સાથે સંકળાઇને ઉત્સાહિત છું. મને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે. મારી કારકિર્દીમાં મને પ્રથમ વખત મલ્ટી લેયર કેરેકટર ભજવવાની તક મળી છે. આ ફિલ્મમાં કામ કરવાનું મુખ્ય કારણ ફિલ્મની વાર્તા જ છે. જે ઘણા બધા પ્રસંગો અને કિસ્સાઓની આસપાસ ફરે છે, તેમ તમન્નાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું.
નવાઝ અને તમન્ના ઉપરાંત અનુરાગ કશ્યપ પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. નવાઝે તમન્નાને આ ફિલ્મમાં આવકારી હતી અને ફિલ્મના પાત્ર માટે તમન્ના યોગ્ય હોવાનું જણાવ્યું હતું.
મોની રોય હજી તો બોલીવૂડમાં નવીસવી છે ત્યાં તો તેના નખરાંની ફરિયાદો આવવા લાગી છે. સલમાન સાથે પણ તે એક આઇટમ ડાન્સ કરવાની હતી એવી ચર્ચા હતી. પરંતુ એ આઇટમ સોંગમાં પણ સલમાને તેને લીધી નહીં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RIJuFh
via Latest Gujarati News
0 Comments