આનંદ એલ રાયની આગામી ફિલ્મ માટે વરુણ ધવન કામ કરે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 04 જૂન 2019, મંગળવાર

ફિલ્મસર્જ આનંદ એલ. રાય પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. જોકે તેની છેલ્લી ફિલ્મ  'ઝીરો' બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં શાહરૂખ સાથે અનુષ્કા અને કેટરિનાએ કામ કર્યુ ંહતું, પરંતુ ફિલ્મને સફળ બનાવી શક્યા નહીં. આ બાદ શાહરૂખ અને અનુષ્કાએ ફિલ્મો સાઇન કરી નથી. પરંતુ દિગ્દર્શક આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. 

મીડિયા રિપોર્ટસના પ્રમાણે, આનંદ એલ. રાય આ ફિલ્મમાં વરુણ ધવન સાથે કામ કરવા ઇચ્છે છે. આ એક એવો પ્રોજેક્ટ હશે જેના પર આ બન્નેમાંથી એકે પણ કામ કર્યું નથી. 

જોકે વરુણને અનકન્વેનશલ ફિલ્મો કરવાની આદત છે. વરસમાં એકાદ આવી ફિલ્મો તે કરી લેતો હોય છે. શ્રીરામ રાઘવનની ફિલ્મ 'બદલાપુર અને સૂજિત સરકારની 'ઓકટોબર ફિલ્મ વરુણે કરી છે. 

વરુણ હવે 'કુલી નં. ૧'ની રીમેકમાં કામ કરવાનો છે. જોકે તેની પાછલી ફિલ્મ 'કલંક' બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wBKe50
via Latest Gujarati News

Post a Comment

0 Comments