
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 04 જૂન 2019, મંગળવાર
એક તમલિ વેબસાઈટના અનુસાર, ફિલ્મ પરી'ના તમિલ રીમેક માટે અનુષ્કા શર્માનો સંપર્ક કરવામાં આવ્યો છે. ફિલ્મસર્જક અનુષ્કાને લીડ રોલમાં લેવા ઇચ્છે છે, જોકે અભિનેત્રીએ હજી કામ કરવાની તૈયારી દર્શાવી નથી.
અનુષ્કા છેલ્લે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન તેમજ કેટરિના કૈફ પણ હતી. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ નબળી પુરવાર થઇ હતી.
'ઝીરો'ની સફળતા બાદ અનુષ્કા શર્માએ કોઇ ફિલ્મ સાઇન કરી નથી. ખબરના અનુસાર, અનુષ્કા શર્મા ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચી રહી છે, પરંતુ નિર્ણય લેતી નથી.
તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓને બોલવૂડની અભિનેત્રીઓની સુંદરતા આકર્ષિત કરે છે. દક્ષિણની ફિલ્મોમાં હાલ શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, કંગના રનૌત કામ કરવા રાજી છે. શ્રદ્ધા પ્રભાસ સાથે જલદી જ 'સાહો'માં જોવા મલશે. જ્યારે કંગના જયલલિતાની બાયોપિક 'થલાઇવી'માં જોવા મલવાની છે. આ યાદીમાં આલિયા પણ સામેલ છે. એસએસ રાજમૌલીની ફિલ્મ 'આરઆરઆર'માં આલિયાને સામેલ કરવામાં આવી છે. હવે આ યાદીમાં અનુષ્કાનું નામ પણ જોડાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ESN76d
via Latest Gujarati News
0 Comments