
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 04 જૂન 2019, મંગળવાર
મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં મોટી પાણીની અછત સર્જાય એવી શક્યતા છે. કારણ કે રાજ્યના ડેમોમાં ફક્ત ૭.૭ ટકા પાણીનો જથ્થો જમા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. મરાઠાવાડાના ડેમમાં તો માત્ર ૦.૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ગયા વર્ષે આ સમયમાં રાજ્યના ડેમ (જળાશયોમાં) ૧૮ ટકા પાણીનો જથ્થો જમા હતો. જ્યારે મરાઠાવાડામાં ૧૪ ટકા પાણીનો જથ્થો હતો. અત્યાર સુધી ચોમાસુ કેરળમાં દાખલ થયું નથી. આથી વરસાદ પડે ત્યાં સુધી ઉપલબ્ધ પાણી પુરવઠો પૂરતો નથી. એટલે પાણી પૂરું થાય એટલું નથી. આથી મોટો પડકાર ઊભો થશે.
ગયા વર્ષે રાજ્યમાં માત્ર ૭૬ ટકા સાધારણ વરસાદ વરસ્યો હતો. એટલે કે ચોમાસુ નબળું ગયું હતું. આતી રાજ્યના ૪૨ ટકા ભાગમાં હાલમાં દુષ્કાળની પરિસ્થિતિ છે.
રાજ્યમાં ૬૦ ટકા ખેડૂતોનો દુષ્કાળથી પીડીત છે. મરાઠાવાડામાં પાણીની સૌથી વધુ અછત છે .
ઉત્તર મહારાષ્ટ્રનો વિચાર કર્યો તો ત્યાંના ડેમમાં માત્ર ૬.૪ ટકા પાણીનો જથ્થો જમા છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડેમમાં ૭ય૮ ટકા પાણી જમા છે. વિદર્ભમાં નાગપુર વિભાગમાં ડેમમાં ૬.૨ ટકા અને અમરાવતીના ડેમમાં ૭ ટકા પાણીનો જથ્થો જમા છે.
હાલમાં રાજ્યમાં ૧૫૮૩ ઘાસચારાની છાવણી શરૂ કરાઈ છે. આથી લગભગ ૧૦ લાખ ૬૮ હજાર જાનવર છે. રાજ્યમાં ૧૭થી ૨૧ જૂન દરમિયાન ચોમાસુ દાખલ થવાની શક્યતા છે. અત્યાર સુધી ૧૦ લાખ ૬૮ હજાર જાનવર છે. રાજ્યમાં ૧૭થી ૨૧ જૂન દરમિયાન ચોમાસુ દાખલ થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં રાજ્યાં વિવિધ ઠેકાણે ૬૪૪૩ ટેન્કર પાણી પુરવઠો કરાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z6CUuA
via Latest Gujarati News
0 Comments