સલમાન ખાનની ફિલ્મ રિલીઝ વખતે તેના ચાહકોમાં ઉત્સાહ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 04 જૂન 2019, મંગળવાર

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ઇદના દિવસે  ૫, જુનના રિલીઝ થઇ રહી છે.સલમાનના ચાહકો તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવવા ઉત્સાહિત છે. સલમાનના ચાહકોએ સલમાન પ્રત્યેનું માન અને પ્રેમ દર્શાવવા ે  મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં ઘણી ઓફર આપવાના છે.

સોશિયલ મીડિયા પર વિવિધઓફરાની તસવીરો વાયરલ થઇ રહી છે.'ભારત'ની ટિકીટ દેખાડો અને મફતમાં થાળી જમી જાવ.આ તસવીર ફિલ્મના નામ જેવું જ નામ ધરાવતી એક રેસ્ટોરન્ટની છે.    મુંબઇમાં ઘણા  રિક્ષાવાળાઓને ' ભારત'ની ટિકીટ દેખાડવાથી તે મફતસવારી કરાવશે.પોતાની રિક્ષાઓ સાથે  રિક્ષા ડ્રાઇવરોની તસવીરો પણ જોવા મળી રહી છે. બાંદરાની અન્ય એક હોટલમાં 'ભારત'ની ટિકીટ દેખાડવાથી ઓેર્ડર પર ૨૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

જ્યારે સલમાનના એક ફેને તો મુંબઇના પરાના એક થિયેટરમાં ફિલ્મના પોસ્ટરને ફૂલ-હાર ચઢાવીને પૂજા કરી હતી.

નાસિકના એક ચાહકે તો આખું થિયેટર પોતાના માટે બુક કરાવી દઇને પોતાનો સલમાન પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે. 

સલમાન માટે આ ફિલ્મની સફળતા મહત્વની છે. તેની છેલ્લી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હોવાથી તેના ચાહકો પણ આ વખતે પોતાના માનીતા અભિનેતાને શક્ય એટલી મદદ કરી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WpafDY
via Latest Gujarati News

Post a Comment

0 Comments