કબીર સિંઘમાં કિયારાનો નોન-ગ્લેમરસ રોલ છે

મુંબઇ તા.4 જૂન 2019 મંગળવાર

 હોનહાર અભિનેત્રી કિયારા અડવાણી એની આગામી ફિલ્મ કબીર સિંઘમાં સાવ નોન-ગ્લેમરસ રોલમાં નજરે પડશે એવી જાણકારી મળી હતી.

આ ફિલ્મ સાઉથની તેલુગુ ભાષાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. હિન્દી રિમેકને કબીર સિંઘ નામ આપવામાં આવ્યું છે અને એમાં શાહિદ કપૂર મુખ્ય રોલ કરી રહ્યો છે.

અત્યાર અગાઉ કિયારા ફુગલી અને મશીન જેવી ફિલ્મોમાં ગ્લેમરસ રોલમાં નજરે પડી હતી. કબીર સિંઘમાં એ પહેલીવાર નોન-ગ્લેમરસ પાત્ર કરશે. આ ફિલ્મમાં એ પ્રીતિ સિંઘ નામની એક મેડિકલ સ્ટુડન્ટના રોલમાં છે.

પોતાના રોલ વિશે બોલતાં કિયારાએ કહ્યું કે હું તો ડાયરેક્ટરની એક્ટર છું. ડાયરેક્ટર પોતાના વીઝન પ્રમાણે મને જે રીતે રજૂ કરવા માગતા હોય એ રીતે કરે. એમાં હું દખલ દેવામાં માનતી નથી. ફિલ્મ આખરે તો ડાયરેક્ટરની કલ્પના પ્રમાણે બનતી હોય છે.ઔએણે ઉમેર્યું કે મને એક લાભ એ થયો કે નોન-ગ્લેમરસ દેખાવાનું હોવાથી મારે મેકપ કરવાનો નહોતો પરિણામે મારે સેટ પર જલદી પહોંચવાની જરૂર રહેતી નહોતી. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wk00B6
via Latest Gujarati News

Post a Comment

0 Comments