બીજિંગ / ચેન્નાઇ / મુંબઇ તા.4 જૂન 2019 મંગળવાર
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સુપરહિટ ફિલ્મ ૨.૦ ચીનમાં પચાસ હજાર સ્ક્રીન પર રજૂ થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું.
૨૦૧૦માં રજૂ થયેલી એન્થીરન (રોબોટ)ની સિક્વલ એવી આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ જણાવાઇ હતી. એના સર્જન પાછળ કુલ ૫૫૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જો કે એક યા બીજા કારણે ફિલ્મની રજૂઆત સતત વિલંબમાં પડી હતી. એકવાર રજૂ થયા પછી એ સુપરહિટ નીવડી હતી અને ખર્ચેલા નાણાં કરતાં બમણી આવક કમાઇ હતી.
હવે આ ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે.
ચીની વિતરકોની યોજના તો રજનીકાંતને એ સમયે ચીનમાં નોતરવાની છે. જો રજનીકાંતની તબિયત સારી હશે અને ડૉક્ટરો રજા આપશે તો રજનીકાંત ચીન જશે. આ ફિલ્મ આવતા મહિના (જુલાઇ)ની ૧૨મીએ ચીનમાં રજૂ થવાની છે.
એન્થીરનમાં બોલિવૂડની ઐશ્વર્યા રાય બચ્ચન ચમકી હતી તો ૨.૦માં બોલિવૂડના અક્ષય કુમારે નેગેટિવ કહેવાય એવો રોલ કર્યો હતો. એ કરતી વખતે અક્ષય કુમારે કહ્યું હતું કે મેં બોલિવૂડના મેગાસ્ટાર ગણાતા અમિતાભ બચ્ચન સાથે તો કામ કર્યું છે. હવે સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે કામ કરવાની તક મળે એટલા માટે આ ફિલ્મ મેં સ્વીકારી હતી.
ખુદ રજનીકાંતે અને ફિલ્મના ડાયરેક્ટર શંકરે અક્ષય કુમારની કામ પ્રત્યની સમર્પિતતાને બિરદાવી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HUGrGA
via Latest Gujarati News
0 Comments