પરીના તમિળ રૂપાંતરમાં પણ અનુષ્કા ચમકશે ?

મુંબઇ તા.4 જૂન 2019 મંગળવાર

 સાઉથ ઇન્ડિયન હિટ ફિલ્મોની હિન્દી રિમેકમાં બોલિવૂડની અભિનેત્રીઓ ચમકે એ વાતની કોઇને કશી નવાઇ નથી રહી, પરંતુ હિન્દી હિટ ફિલ્મની સાઉથ ઇન્ડિયન રિમેકમાં બોલિવૂડની હીરોઇન ચમકે એ સમાચાર ગણાય.

હિટ હિંદી ફિલ્મ પરીની તમિળ રિમેકની હાલ તૈયારી ચાલી રહી છે અને એમાં હિન્દી પરીની જ હીરોઇન અનુષ્કા શર્માને લેવાનું સાઉથના ફિલ્મ સર્જક વિચારી રહ્યા હોવાની માહિતી મળી હતી.

જો કે હજુ અનુષ્કાને ઔપચારિક રીતે સાઇન કરાઇ નથી પરંતુ એનો સંપર્ક સાધવાની તૈયારી છે. સાઉથના સર્જક માને છે કે હિન્દી પરી કરી ચૂકી હોવાથી અનુષ્કા માનસિક રીતે તૈયાર હશે એટલે અમારું કામ થોડું આસાન થઇ જશે. 

અત્યાર અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચન (રોબોટ-એન્થીરન) અને તાજેતરમાં અક્ષય કુમાર રજનીકાંત સાથે ૨.૦માં ચમક્યા હતા. બોલિવૂડના કલાકારો આ રીતે સાઉથની ફિલ્મો તો કરે છે. શ્રદ્ધા કપૂર હાલ બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો કરી રહી છે એટલે હવે અનુષ્કા પરી ફિલ્મના  તમિળ રૂપાંતરમાં ચમકે તો નવાઇ પામવા જેવું નથી.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QGP9uW
via Latest Gujarati News

Post a Comment

0 Comments