નવી દિલ્હી, તા. 5. જૂન, 2019 બુધવાર
ભારતમાંથી નામ અને દામ બંને મેળવનાર પાકિસ્તાની એક્ટ્રેસ વીના મલિકે જેનુ ખાય તેનુ જ ખોદે તેવી કહેવતને સાચી સાબિત કરી બતાવી છે.
ભારતીય વાયુસેનાનુ એ એન -32 વિમાન લાપતા થયા બાદ વીના મલિકે અસંવેદનશીલ ટ્વિટ કર્યા બાદ લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે.વીના મલિકના આ ટ્વિટે ફરી એ વાત પણ પૂરવાર કરી છે કે, પાકિસ્તાની કલાકારો માટે બોલીવૂડના દરવાજા બંધ કેમ રહેવા જોઈએ.
વીના મલિકે કોમેન્ટ કરી છે કે, વાયુસેનાનુ વિમાન ક્રશ નથી થયુ પણ વાદળછાયુ વાતાવરણ હોવાથી રેડારમાં તે દેખાઈ શકતુ નથી...આ કોમેન્ટ લખીને તેની પાછળ વીના મલિકે મિલિટ્રી સાયન્સિટસ્ટ પીએમ મોદી લખ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં વાદળના કારણે બાલાકોટ સ્ટ્રાઈક દરમિયાન ભારતના વિમાનોને પાકિસ્તાનના રડારથી બચવામાં મદદ મળી હોવાની કોમેન્ટ કરી હતી.જેના અનુસંધાનમાં વીના મલિકે આવો કટાક્ષ કર્યો હતો.
એક તરફ આ વિમાનમાં 13 લોકો સવાર છે અને તેનુ તલાશી અભિયાન ચાલુ છે ત્યારે આવુ ટ્વિટ કર્યા બાદ સોશ્યલ મીડિયા પર વીના મલિક પર યુઝર્સે ફિટકાર વરસાવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MqdWEW
via Latest Gujarati News
0 Comments