પુણેમાં 17 દુકાનમાં ભીષણ આગઃ100 જણને હેમખેમ બચાવવામાં આવ્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 5 જૂન 2019, બુધવાર

પુણેમાં ગઈકાલે રાતે આગમાં ૧૭ દુકાન સળગીને ખાક થઈ ગઈ હતી. આ દુકાનોની નજીક રહેતા ૧૦૦ જણને સમયસૂચકતાથી બચાવી  લેવામાં આવ્યા હતા.  ફાયર બ્રિગેડે આગ બુઝાવતા લોકોએ રાહત અનુભવી હતી.

પુણે સ્થિત ચિખલી કુદળવાડી ખાતે વિસાવા ચૌક પાસે  ગીકાલે રાતે અઢી વાગ્યે  પ્લાસ્ટીકના ગોદામમાં આગ લાગી હતી.  આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું કહેવાય છ.ે આગ ઝડપથી પ્રસરી જતા ૧૭ દુકાનો સળગી ગઈ હતી.  અહીં ૨૧ ગરમાં આશરે ૧૦૦ જમ રહેતા હતા તેમને  સમયસર ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેને લીધે જાનહાની થઈ નહોતી. અગ્નિશામક દળના જવાનોેએ કલાકોની  જહેમત બાદ આગ બુઝાવી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HYtVG3
via Latest Gujarati News

Post a Comment

0 Comments